લોન્ગ ડ્રાઇવ પર નીકળેલા નવાબ પરિવાર કરીના કપૂર અને સૈફ અલી ખાન ટ્રોલરની હડફેટે આવ્યા, કારણ જાણશો તો તમે પણ સાથ આપશો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી અને તે કોરોનાને હરાવીને હવે સાજી થઇ ગઇ છે. આ પછી તે ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. હાલમાં જ બોલિવૂડ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ગુરુવારે રાત્રે પેપરાજીઓએ પોતાનામાં કેમેરામાં કેદ કરી લીધા હતા. સૈફ અલી ખાન કાર ચલાવી રહ્યો હતો જ્યારે કરીના કપૂર ખાન તેની બાજુમાં હતી, આ દરમિયાન તે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી હતી. સૈફ અને કરીનાનો આ વીડિયો સામે આવતા જ લોકોએ તેમને માસ્ક નહીં પહેરવા અને સીટ બેલ્ટ ન પહેરવા બદલ ટ્રોલ કર્યા છે.

વીડિયોમાં કરીના અને સૈફ બંને કારની આગળની સીટ પર બેઠા છે. ન તો તે બંનેએ માસ્ક પહેર્યું છે અને સૈફે સીટ બેલ્ટ બાંધ્યો છે. કરીના કપૂર અને સૈફને ટ્રોલ કરતા ઘણા લોકોએ આ કપલ વિશે મુંબઈ પોલીસને ફરિયાદ પણ કરી છે. એકે લખ્યું- શું સેલેબ્સે સીટ બેલ્ટ પહેરવાની જરૂર નથી? મુંબઈ પોલીસને ટેગ કરીને એક યુઝરે લખ્યું – સીટબેલ્ટનું ઉલ્લંઘન, આરટીઓ અધિકારી દંડ ફટકારી શકે છે. તેઓ આ વીડિયોને પુરાવા તરીકે લઈ શકે છે.

બંનેના માસ્ક ન પહેરવા પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. યુઝરે મુંબઈ પોલીસને આ કપલનો મેમો ફાડવાની અપીલ કરી છે. એક વ્યક્તિએ લખ્યું – માસ્ક નહીં. જો આપણુ માસ્ક નાકની નીચે થોડુ હોય તો પણ દંડ લેવામાં આવે છે. યુઝર્સની કોમેન્ટ્સ વાંચ્યા પછી એવું લાગે છે કે લોકોને કપલની આ બેદરકારી બિલકુલ પસંદ નથી આવી.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂર કોરોનામાંથી હાલમાં જ સ્વસ્થ થઈ છે. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ કરીના 14 દિવસ સુધી આઈસોલેશનમાં હતી. આ દરમિયાન કરીના તેના પરિવારને ખૂબ મિસ કરતી હતી. કોરોનામાંથી સાજા થયા બાદ કરીનાને આ રીતે માસ્ક ન પહેરતા જોઈને ફેન્સ ગુસ્સે છે. હાલમાં આ ટ્રોલિંગ પર સૈફીનાની કોઈ પ્રતિક્રિયા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina