કરીના-સૈફનાં નવા ઘરમાં પધાર્યા ગણપતિ, હાથ જોડીને બાપ્પાની આરતીમાં મગ્ન દેખાયો તૈમુર

કરીના સાથે સૈફ અલી ખાને આ રીતે મનાવી ગણેશ ચતુર્થી, તૈમુરે પણ બનાવ્યા નાના ગણપતિ

આજે દેશભરની અંદર ગણેશ ચતુર્થીની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે. આજના દિવસે ઘણા લોકો ગણપતિ બાપ્પાની સ્થાપના પોતાના ઘર અને શેરી મોહલ્લામાં કરશે. ત્યારે આ તહેવારની મોટી ઉજવણી માયાનગરી મુંબઈમાં પણ થતી જોવા મળે છે અને ઘણા સેલેબ્રિટીઓ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના પણ કરતા હોય છે.

ત્યારે અભિનેતા સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાને પણ તેમના નવા ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે,. કરીના અને સૈફ તેમના ઘરે ધામધૂમથી ગણપતિને લાવ્યા બાદ તેમની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા.

ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરતા તસવીરો કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. તસ્વીરોની અંદર કરીના સાથે તેનો પતિ સૈફ અને દીકરો તૈમુર પણ નજર આવી રહ્યો છે. આ દરમિયાન કરીના સફેદ આઉટફિટમાં નજર આવી રહી છે.

તો તૈમુર અને સૈફ પણ કુર્તા પાયઝામામાં જોવા મળી રહ્યા છે. તૈમુર પણ તેના પિતા સૈફની જેમ હાથ જોડી અને ગણપતિ બાપ્પાની અર્ચના કરતા દેખાઈ રહ્યો છે. પટૌડી પરિવારની ગણપતિ પૂજાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તૈમુર ફક્ત ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના જ નથી કરી રહ્યો તેને રંગબેરંગી ક્લેથી ગણપતિની મૂર્તિ પણ બનાવી છે. કરીનાએ આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે કે, “મારા જીવનના ચાહિતાઓની સાથે ગેનશચતુર્થી ઉજવી રહી છું. ટીમટીમ દ્વારા ક્લેની મદદથી નાના અને ક્યૂટ ગણપતિ બનાવવામાં આવ્યા. હેપ્પી ગણેશ ચતુર્થી.”

કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આગામી દિવસોમાં અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં નજર આવશે. તો સૈફ અલી ખાન પણ ફિલ્મ “ભૂત પોલીસ”માં નજર આવવાનો છે. આ ઉપરાંત તે ફિલ્મ “આદિ પુરુષ”માં પણ નજર આવશે.

Niraj Patel