કરીના કપૂર અને સૈફ અલીની પાસે મોંઘુ ઘર અને મોંઘી ગાડી સિવાય બીજી આ વસ્તુઓ પણ છે ખુબ જ મોંઘી, જાણો

કરીનાઅને સૈફની પાસે ખાલી મોંઘુ 600 કરોડનું ઘર-ગાડી નહિ પરંતુ આ 8 વસ્તુઓ પણ છે ખુબ જ ખાસ

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બોલીવુડના પ્રખ્યાત કપલમાંથી એક છે. બંને તેમની ફિલ્મો તેમજ પર્સનલ લાઈફ માટે હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં સૈફ અને કરીના તેના બાળકો સાથે માલદીવ વેકેશન પર ગયા છે. નવાબી પરિવાર સાથે સંબંધ ધરાવતા સૈફ અને કરીનાની પાસે કરોડો અને અબજોની મિલકતો, મોંઘા વાહનો અને આવી ઘણી મોંઘી વસ્તુઓ છે, જેના વિશે કદાચ કોઈને ખબર પણ નહીં હોય.

સૈફ અલી ખાન પટૌડી પરિવારના નવાબ છે. પટૌડીમાં તેમનો વૈભવી મહેલ છે. આ મહેલમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયેલું છે. મીડિયા અહેવાલો અનુસાર આ મહેલની કિંમત આશરે 800 કરોડ છે. સૈફ અને કરીના તાજેતરમાં બાંદ્રામાં ચાર માળની ઇમારતમાં શિફ્ટ થયા છે. આ ઘરમાં જતા પહેલા કરીના ખૂબ જ ઉત્સાહિત હતી જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર ખુશી પણ વ્યક્ત કરી હતી. ખબર અનુસાર તેમના આ ઘરની કિંમત 25-30 કરોડની વચ્ચે છે.

સૈફ અને કરીનાની જોડે ગ્રાન્ડ રેસિડેન્સી હોટલ પાસે એક વૈભવી એપાર્ટમેન્ટ પણ છે જેની કિંમત આશરે 4.2 કરોડ રૂપિયા છે. તેમનો સ્વિટ્ઝરલેન્ડમાં બંગલો પણ છે, જેની કિંમત 33 કરોડ છે. સૈફ પાસે ઘણા મોંઘા વાહનો છે. તેની પાસે એક કરતા વધારે લક્ઝરી ગાડી છે. તેમની પાસે ફોર્ડ મસ્ટંગ શેલ્બી જીટી 500 છે, જેની કિંમત 90 લાખ રૂપિયા છે. જીપ ગ્રાન્ડ ચેરોકી SRT પણ સૈફની પાસે છે જેની કિંમત 1.07 કરોડ રૂપિયા છે. રેજરોવરથી લઈને મર્સિડીઝ સુધી તેમની પાસે ઘણી મોંઘી ગાડીઓ છે.

સૈફ ઘડિયાળનો પણ ખૂબ શોખીન છે. તેની પાસે 3.3 કરોડ રૂપિયાની વિવિધ બ્રાન્ડની ઘડિયાળો છે. તેની પાસે Rolex, Philippe Patek સહિત ઘણી બ્રાન્ડની ઘડિયાળો છે. સૈફ અલી ખાને કરીના કપૂરને સગાઈની વીંટી તરીકે 5 કેરેટનું પ્લેટિનમ બેન્ડ આપ્યું હતું, જેની કિંમત 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

કરીનાને બેગ અને ઘડિયાળની શોખીન છે. તેની પાસે Bvlgari Serpentiની મોંઘી ઘડિયાળ છે. તેની પાસે બે બર્કિન બેગ છે જેની કિંમત 13 લાખ રૂપિયા છે. આ સિવાય તેની પાસે fendi, chanel જેવી ઘણી બેગ છે. કરીના પાસે ડાયમંડ જ્વેલરીનો મોટું કલેક્શન છે જેની કિંમત લાખોમાં છે.

Patel Meet