“જય શ્રી રામ” ના બોલવાના લીધે સૈફ અલી ખાન પર ભડક્યા યુઝર્સ, કહ્યું, “રામના નામ પર કરોડો કમાઈ લીધા અને જય શ્રી રામ બોલવામાં શરમ આવે છે ?”, જુઓ વીડિયો
Saif ali khan not Saying Jay Shri Ram: આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં હતી અને રિલીઝ થયા બાદ પણ હવે વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના ડાયલોગ્સ અને VFXને લઈને આ ફિલ્મનો હવે સોશિયલ મીડિયામાં મજાક બની રહ્યો છે. ઘણા મીમ પણ વાયરલ થઇ રહ્યા છે. તો દર્શકો પણ આ ફિલ્મને લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.
ફિલ્મમાં કૃતિ સેનન માતા સીતાના રોલમાં, પ્રભાસ રામ અને સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. તાજેતરમાં સૈફ તેના પુત્ર તૈમુર સાથે આદિપુરુષની સ્ક્રીનિંગમાં ગયો હતો. આ દરમિયાન જ્યારે સૈફ થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે પેપ અને ફેન્સે તેને ઘેરી લીધો હતો. સૈફ અલી ખાન બહાર આવતાની સાથે જ પેપ્સ અને ચાહકોએ ‘જય શ્રી રામ, જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
સૈફ પણ બધાને હાથ જોડીને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો, પરંતુ તેમ છતાં અભિનેતા ટ્રોલ થયો હતો. ટ્રોલ કરવાનું કારણ જ્યારે સૈફ અલી ખાન ફિલ્મની સ્ક્રીનિંગમાંથી બહાર આવ્યો, ત્યારે મીડિયાએ તેને જોઈને જય શ્રી રામના નારા લગાવવા માંડ્યા. અભિનેતાએ હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું, પરંતુ એક વખત પણ તેણે જય શ્રી રામ ન કહ્યું અને તેનાથી લોકો નારાજ થયા.
View this post on Instagram
વીડિયો સામે આવ્યા બાદ એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું કે, સૈફ જય શ્રી રામ નથી બોલી રહ્યો. તો અન્ય એક યુઝરે લખ્યું કે, “રામના નામ પર કરોડો કમાઈ લીધા અને જય શ્રી રામ બોલવામાં શરમ આવે છે ?” અન્ય એક યુઝર કહે છે, “યે નહિ બોલેગા જય શ્રી રામ”. આ રીતે લોકો આ વીડિયો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.