સૈફ અલી ખાન પર હુમલો કરનારની પહેલી તસવીર આવી સામે, સીડીઓ પર લાગેલા CCTVમાં કેદ થયો સંદિગ્ધ- પોલિસ કરી રહી છે તપાસ

સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે એક નવી અપડેટ સામે આવી છે. સૈફ અલી ખાન પર તેના મુંબઈ સ્થિત ઘરમાં એક ચોરે છરી વડે હુમલો કર્યો હતો, જેના થોડા કલાકો પછી આરોપીની પહેલી તસવીર સામે આવી છે. બુધવારે રાત્રે બોલિવૂડ એક્ટર સૈફ પર હુમલો કરનાર આરોપીની સીસીટીવી ફુટેજ સામે આવી,

સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, તે 16 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે 2:33 વાગ્યે બિલ્ડિંગની સીડી પર હતો. મુંબઈ પોલીસને સીસીટીવી ફૂટેજમાંથી પહેલો અને મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. ગુરુવારે મધ્યરાત્રિએ મુંબઈના બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો હતો.

ચોરીના ઈરાદે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો. મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે અભિનેતા પર હુમલો કરનાર વ્યક્તિ ચોરીના ઈરાદે ફાયર એક્ઝિટ સીડીઓ દ્વારા ઘરમાં ઘૂસી ગયો હતો. આ શંકાસ્પદ આરોપીનો ચહેરો એ જ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થતાં જ પોલીસે તેનો ચહેરો બતાવ્યો, જે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

Previous Article

મહાકુંભની સૌથી સુંદર સાધ્વીની માતાનો દાવો- બે છોકરા જોયા છે, દીકરી જલ્દી જ કરશે લગ્ન....ઘરે કેવી રીતે રહે છે, ક્યારે આવ્યો સાધ્વી બનવાનો વિચાર- ખુલી પોલ

Next Article

લોહીથી લથપથ હતો સૈફ અલી ખાન, દીકરા ઇબ્રાહિમે ઓટો રિક્ષાથી અબ્બાને પહોંચાડ્યા હોસ્પિટલ, કરીના નહોતી સાથે...

error: Protected Content!