6નો બૈંડ બજાવી ચૂકી હતી આ લૂંટેરી દુલ્હન, 7મો દુલ્હો હતો રડાર પર…પોલિસે આવી રીતે કર્યો ખેલ ખત્મ

6 છોકરાઓ સાથે કરી ચૂકી હતી લગ્ન, સાતમાની હતી તૈયારી…દુલ્હાના ઘરેથી માલ સમેટી થઇ જતી ફરાર

યુપીના બાંદામાં દુલ્હન બની ઠગી કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી યુવતી જાલૌનથી બાંદા આવી હતી અને લગ્નના બહાને લોકોને ફસાવતી. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલી યુવતીએ ગેંગ સાથે મળીને અત્યાર સુધીમાં લગ્નના નામે 6 લોકોને છેતર્યા છે. તે સાતમી વખત લગ્નના નામે છેતરપિંડી કરવા જઈ રહી હતી, જો કે તે પહેલા જ પોલીસે ધરપકડ કરી. પોલિસે બે મહિલાઅને બે પુરુષોની ધરપકડ કરી છે. યુવતી સાથે ઝડપાયેલી મહિલા લગ્ન દરમિયાન દુલ્હનની માતા બનતી અને બાકીના આરોપીઓ સગા સંબંધી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

લગ્ન બાદ યુવતી તેના સાસરે જતી અને જ્યારે પણ તક મળતી ત્યારે દાગીના અને રોકડ લઈને ભાગી જતી. એક વ્યક્તિએ આ મામલાની ફરિયાદ બાંદાના એસપીને કરી હતી અને કહ્યું હતું કે લગ્નના નામે કેટલાક લોકો તેની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેના પર એસપીએ ત્રણ ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા. આ પછી પોલીસે બે મહિલાઓ સહિત ચાર લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી. જેમાં આરોપીએ જણાવ્યું કે તે એવા લોકોને નિશાન બનાવતા જેઓના લગ્ન નહોતા થઇ શકતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો સ્ટેમ્પ અથવા નોટરી દ્વારા દસ્તાવેજો પણ મેળવતા અને પછી લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવતી. યુવતી વિદાય બાદ સાસરે જતી અને પછી તક મળતાં તે દાગીના અને રોકડ લઈને ફરાર થઇ જતી. દુલ્હન બનેલી આરોપી યુવતી જાલૌનની રહેવાસી છે. તેની માતા બનેલી મહિલા કાનપુરના સજેતીની રહેવાસી છે. અન્ય બે આરોપીઓ ધર્મેન્દ્ર કાનપુર અને વિમલેશ બદૌસા બાંદાનો રહેવાસી છે.

પોલીસનું કહેવું છે કે આરોપીઓની કોલ ડિટેઈલથી જાણવા મળ્યું કે તેમની ગેંગમાં વધુ લોકો છે, જેમના વિશે તપાસ કરવામાં આવી રહી છે. તે લોકોએ અત્યાર સુધી 6 લોકોના બેન્ડ વગાડ્યા છે, સાતમીવાર બેન્ડ વાગવાનું જ હતું પણ પોલીસના હાથે આરોપીઓ ઝડપાઈ ગયા. આરોપી પાસેથી ચાર મોબાઈલ ફોન, પાંચ હજાર રૂપિયા અને બે આધાર કાર્ડ મળી આવ્યા છે. દેહાત કોતવાલીના જમાલપુર ગામ નિવાસી શંકરના લગ્ન નહોતા થઇ રહ્યા. એક મહિના પહેલા શંકર ગોર:ના સભ્ય વિમલેશ વર્માને મળ્યો હતો. વિમલેશે શંકરના લગ્ન કરાવવાની વાત કરી.

તેણે કહ્યું કે તે લગ્ન ગોઠવવાનું કામ કરે છે. પરંતુ એક શરત રાખવામાં આવી કે લગ્નનો ખર્ચ 1.5 લાખ રૂપિયા થશે. જેના પર શંકર સંમત થયો. આ પછી વિમલેશે 21મી ડિસેમ્બરે શંકરને બાંદા કોર્ટમાં બોલાવીને યુવતીને પસંદ કરવાનું કહ્યું. બાંદા કોર્ટમાં પહોંચતા જ વિમલેશ અને તેના સાથીઓએ 1.5 લાખ રૂપિયાની માંગણી કરી. જ્યારે શંકરે યુવતીનું આધાર કાર્ડ માંગ્યું તો ટોળકીએ અન્ય લોકોના નામ પર સરનામું આપ્યું. જેના પર શંકરને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે. તેણે તરત જ કોતવાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે આ ગેંગને પકડી લીધી.

Shah Jina