BREAKING : સલમાન ખાનના સૌથી નજીકના વ્યક્તિનું થયું નિધન, 23 વર્ષથી ભાઈજાન સાથે કામ કરતો હતો

બોલીવુડમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. આજે શુક્રવારે બોલીવુડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડેનું અચાનક જ નિધન થયું છે. મુંબઈમાં સાગર પાંડે જીમમાં હતા અને તેઓ વર્કઆઉટ કરી રહ્યાં હતા, ત્યારે અચાનક જ તેમને હૃદયનો હુમલો આવ્યો અને તેમનું નિધન થયું છે. બપોરે લગભગ 1 વાગ્યાની આ ઘટના છે.

સાગર પાંડે લગભગ 50 વર્ષન હતા અને તે સલમાન ખાનની સાથે લગભગ 50 ફિલ્મોમાં જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે એક્ટર સાગર પાડેએ સલમાન ખાનના બોડી ડબલની ભૂમિકા ઘણી ફિલ્મોમાં ભજવી છે. તેમાં બજરંગી ભાઈજાન, ટ્યુબલાઈટ, પ્રેમ રત્ન ધન પાયો, દબંગ, દબંગ-2 થી લઈને ઘણા ટીવી શો જેમકે બિગ બોસમાં કામ કરેલું છે.

તેઓ સ્ટેજ શો કરવા સિવાય ઘણા દેશ-વિદેશમાં પણ શોમાં પરફોર્મ કરતા હતા. સાગર પાંડેના નજીકના દોસ્ત રાજૂ રાઈકવારે માહિતી આપતા જણાવ્યું કે સાગર પાંડેને બે જિમ ઈન્સ્ટ્રક્ટર્સ મુંબઈની હોસ્પિટલમાં લઈને ગયા હતા.

SRK ના બૉડી ડબલ પ્રશાંત વાલ્દેએ મીડિયા સાથે વાતચીત કરતા આ ન્યુઝ કન્ફર્મ કરી હતી અને તેણે જણાવ્યું હતું, ‘સાગર જિમમાં વર્કઆઉટ કરતો હતો અને અચાનક પડી ગયો હતો. સાગરને તાત્કાલિક મુંબઈના જોગેશ્વરી ઇસ્ટમાં આવેલી હિંદી હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ડૉક્ટર્સે હોસ્પિટલમાંથી જણાવ્યું છે કે હોસ્પિટલ આવે તે પહેલાં જ બોડીગાર્ડ સાગરનું મોત થઈ ચૂક્યું હતું. વધુમાં પ્રશાંતે કહ્યું હતું કે તે આઘાતમાં છે. આમ જોઈએ તો સાગર દેખાવમાં એકદમ ફિટ એન્ડ ફાઇન હતો. તે માંડ 45-50 વર્ષનો જ હતો.

બે વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમાં સાગરે કહ્યું હતું કે લૉકડાઉન સમયે તેમનું કામ બંધ થતાં તેણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. સાગરની કમાણીનો મુખ્ય સોર્સ એક્ટિંગ તથા સ્ટેજ શો હતો. જોકે, લૉકડાઉનમાં તમામ ફિલ્મના શૂટિંગ અટકી પડ્યા હતા અને શો પણ કેન્સલ થયા હતા. સાગર પણ ભાઈજાન સલમાન ખાનની જેમ કુંવારો હતો. તેના લગ્ન થયા ન હતા. સાગરને 5 ભાઈ હતા અને તે જ ખર્ચ ઉઠાવતો હતો.

YC