આ ભારતીય યુવતિ તેના યુક્રેનિયન પતિના પ્રેમમાં છે પાગલ, કહ્યુ- પતિને છોડીને…

યુક્રેન પર રશિયાના હુમલાથી યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. ભારતીય સફિના અકિનોવા યુક્રેનના ઉત્તર-પૂર્વમાં રશિયન સરહદ નજીક સુમી પ્રદેશમાં રહે છે. 30 વર્ષની સફિના બેંગ્લોરની છે. 2019માં યુક્રેનમાં સાહસિક મોટરબાઈક રાઈડ દરમિયાન તેને દેશ અને ભાષાની સીમાઓની બહાર સાચો પ્રેમ મળ્યો. સફિના યુક્રેનના બાઇકર વ્લાડને ઇન્સ્ટાગ્રામ પર મળી હતી. વ્લાડે તેને યુક્રેન બોલાવી અને પછી બંનેએ યુક્રેનના રસ્તાઓ પર ઘણા દિવસો સુધી હજારો કિમીની બાઇક ચલાવી. સફિનાએ વ્લાડ સાથે લગ્ન કર્યા અને યુક્રેનમાં સ્થાયી થઇ. સફિના કહે છે, “અમે એકબીજાના પ્રેમમાં પાગલ છીએ. પરંતુ આ દિવસોમાં વ્લાડ અને સફિના તેમના 11 મહિનાના બાળક ડેનિલ સાથે રોમન શહેરમાં એક બંકરમાં છુપાયેલા છે. (તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ પરથી)

સફિનાના પુત્ર ડેનિલનો આવતા મહિને 23મી માર્ચે તેનો પહેલો જન્મદિવસ હશે તેમજ સફિના અને વ્લાડનો પણ 19મી માર્ચે જન્મદિવસ છે. સફીના અને વ્લાડ તેમના બાળકનો પ્રથમ જન્મદિવસ ઉજવવા ભારત આવવા માંગતા હતા. ત્યારે પહેલા આખો પરિવાર કોવિડના ચેપથી પ્રભાવિત થયો હતો અને પછી 26 ફેબ્રુઆરીએ રશિયન હુમલાને કારણે તેમની ભારતની ફ્લાઈટ રદ થઈ ગઈ હતી. સફિના હવે તે યુક્રેનમાં તેના પરિવાર સાથે અટવાઈ ગઈ છે.

એનડીટીવી ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, સફિના કહે છે, “હું ફક્ત મારા બાળક માટે જીવવા માંગુ છું. યુદ્ધ જલદીથી સમાપ્ત થાય અને હું માત્ર ભારત જવા માંગુ છું. પરંતુ જ્યાં સુધી માર્શલ લૉ છે ત્યાં સુધી હું અહીં જ રહીશ. અમે કોઈપણ સંજોગોમાં સાથે રહીશું.” હું મારા પતિને છોડીને એકલી જવા માંગતી નથી. જો હું ભારત જઈશ, તો મને મારા પતિ અને પરિવારની ચિંતા ચાલુ રહેશે અને તે વધુ તણાવપૂર્ણ બની જશે.

સફિના કહે છે, “અત્યારે તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. અત્યારે અમે ખોરાક અને મૂળભૂત જરૂરિયાતો માટે પૈસા બચાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા બધા પૈસા બેંકમાંથી ઉપાડી લીધા છે. હવે અમે ફક્ત એક જ વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ. ખબર નથી કે અહીં કામ આગળ વધશે કે નહીં. બધુ થંભી ગયું છે. બધા લોકો વાતાવરણ શાંત થવાની રાહ જોઈ રહ્યા છે.

સફીના જે ઘરમાં રહે છે તે ઘરને રશિયન સેનાએ ઘેરી લીધું છે. સફિનાએ કહ્યું, “અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. માત્ર થોડા કિલોમીટરના અંતરે જ ભારે તોપમારો થયો છે. અમને કિવ અને ખાર્કિવમાં બોમ્બ ધડાકાની ચેતવણીઓ મળી છે. સફિનાએ કહ્યું કે યુક્રેનના લોકોને હજુ પણ આશા છે કે તેઓ યુરોપિયન યુનિયનમાં સામેલ થશે અને બધું સારું થઈ જશે.

Shah Jina