અસલ જીવનમાં બીજીવાર લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે ‘તારક મહેતા’, પહેલી પત્ની સાથેના છૂટાછેડાના વર્ષો બાદ 50 વર્ષે કરશે બીજા લગ્ન

ખુશખબરી: નવા તારક મહેતા 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે, એક દીકરી છે…જુઓ ફોટા

સબ ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લેખક તારક મહેતાનું પાત્પર નિભાવનારા સચિન શ્રોફ જલ્દી જ બીજા લગ્ન કરવા જઇ રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, સચિન શ્રોફ 25 ફેબ્રુઆરીએ મુંબઇમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. સચિન બહેનની મિત્ર સાથે ફેરા લેશે.

એક્ટરના સિતારા આ દિવસોમાં બુલંદિયો પર છે. પહેલા એક દશકથી પણ વધારે લાંબા સમય સુધી ચાલતા આવી રહેલા પોપ્યુલર શો તારક મહેતામાં રોલ મળ્યો અને હવે તેઓ બીજીવાર લવ લાઇફ સ્ટાર્ટ કરવા જઇ રહ્યા છે. ઇ-ટાઇમ્સના રીપોર્ટનું માનીએ તો, સચિન શ્રોફના પરિવારે એક્ટરની દુલ્હનની ઓળખ સીક્રેટ રાખી છે.

લગ્નમાં સામેલ થનાર એક મહેમાને એક્સાઇટમેન્ટમાં કહ્યુ કે પરિવાર ઇચ્છે છે કે બધુ શાંતિથી થઇ જાય, આ એક અરેન્જ મેરેજ છે. જો કે, સચિન કે તેના પરિવાર તરફથી લગ્નને લઇને કોઇ જાણકારી નથી આપવામાં આવી. રીપોર્ટ અનુસાર, સચિનની દુલ્હન ગ્લેમર વર્લ્ડની નથી. તે એક ઇવેન્ટ ઓર્ગનાઇઝર અને ઇંટીરિયર ડિઝાઇનર છે. સાથે જ એક્ટરની બહેનની મિત્ર રહી ચૂકી છે.

પરિવારની સલાહ બાદ સચિન શ્રોફે બીજીવાર લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, સચિન શ્રોફના પહેલા લગ્ન અભિનેત્રી જૂહી પરમાર સાથે થયા હતા. લગ્નના નવ વર્ષ બાદ કપલે છૂટાછેડા લીધા હતા અને આ લગ્નથી બંનેની એક દીકરી પણ છે.સચિન શ્રોફે છૂટાછેડાનું કારણ જણાવતા કહ્યુ હતુ કે અભિનેત્રી તેને પ્રેમ નહોતી કરતી, માત્ર એકબાજુનો સંબંધ હતો અને આ કારણે તેઓ અલગ થઇ ગયા.

Shah Jina