‘સીમા હૈદરને સચિન ચરસ પી મારે છે…’ ગુલામ હૈદરે કહ્યુ- ભારત આવી રહ્યો છું..મારપીટ બાદનો વીડિયો વાયરલ- જાણો સત્ય
પાકિસ્તાનથી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા આવેલી સીમા હૈદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીમા સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી છે. સીમા હૈદરના ચહેરા અને હાથ પર ઈજાના નિશાન જોવા મળે છે. સચિન અને સીમા વચ્ચેની લડાઈના નામે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, પાકિસ્તાનના કરાચીની રહેવાસી સીમા હૈદરને PUBG ગેમ દ્વારા ગ્રેટર નોઈડાના રબુપુરામાં રહેતા સચિન મીણા સાથે ઓળખાણ થઈ અને પછી બંને વચ્ચે વાત થવા લાગી. આ મિત્રતા પાછળથી પ્રેમમાં બદલાઈ.
સીમા અને સચિન પાડોશી દેશ નેપાળની એક હોટલમાં મળ્યા અને ત્યાં ઘણા દિવસો સુધી સાથે રહ્યા. ત્યાર બાદ સીમા પાકિસ્તાન જતી રહી અને સચિન પણ રબુપુરામાં પરત આવી ગયો.આ પછી એક દિવસ સીમા હૈદર તેના 3 બાળકો સાથે નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી અને ગ્રેટર નોઈડા આવીને રબુપુરામાં સચિન મીણા સાથે રહેવા લાગી. જ્યારે પોલીસને આ મામલાની જાણ થઈ તો તેમણે સીમા સચિન અને સચિનના પિતા નેત્રપાલની ધરપકડ કરી હતી. તે બાદ ત્રણેયને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ રબુપુરા ગ્રેટર નોઈડામાં રહે છે.
સીમા જ્યારથી ખબરોમાં ચર્ચામાં આવી કે આ પછીથી દરરોજ કોઈને કોઈ મુદ્દાને લઈને તે હેડલાઇન્સમાં રહેવા લાગી. ત્યારે હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં સીમાના ચહેરા પર ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. જો કે, આ મામલે સીમા હૈદરના વકીલ એપી સિંહનું કહેવું છે કે આ ફેક વીડિયો છે. જેને પાકિસ્તાનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.આ વીડિયો પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર વાયરલ થયો છે અને સંપૂર્ણ રીતે ખોટો વીડિયો છે.
સીમા હૈદરના વકીલ એપી સિંહનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલ પર સીમાનો જે વીડિયો વાયરલ થયો છે તે સંપૂર્ણપણે ફેક છે અને આ સમાચાર ભ્રામક છે. વકીલ એપી સિંહનું કહેવું છે કે જે રીતે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, તેમાં પાકિસ્તાનની કેટલીક કહેવાતી ચેનલો અને યુટ્યુબર્સ સામેલ છે. સીમા અને સચિન વચ્ચે કોઈ લડાઈ થઈ નથી. તેમની વચ્ચે અપાર પ્રેમ છે અને લડાઈની કોઈ શક્યતા નથી. આ વીડિયો દ્વારા સચિન અને સીમા હૈદરના સંબંધોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક પોલીસ સ્ટેશને પણ સીમા હૈદર સાથેની વાતચીતના આધારે કહ્યું કે વાયરલ વીડિયો નકલી છે. સીમા હૈદરે પોલીસને જણાવ્યું કે તેની પર કોઈ હુમલો થયો નથી.વાયરલ વીડિયોમાં ગુલામ હૈદર પાકિસ્તાનથી ભારત આવેલી તેની પત્ની સીમા હૈદર પર તેને માર મારવાનો અને બાળકોને ટોર્ચર કરવાનો આરોપ લગાવી રહ્યો છે. આટલું જ નહીં ગુલામ હૈદરે સચિન પર આરોપ લગાવતા કહ્યું કે સચિન સીમાને ચરસ પીને મારે છે. આ ઉપરાંત ગુલામ હૈદરે એવું પણ કહ્યુ કે તે ભારત આવી રહ્યો છે.
UP : नोएडा पुलिस ने सीमा हैदर से बातचीत करने के बाद इस Video को AI जेनरेटेड (डीप फेक) बताया है। सीमा हैदर ने कहा कि उनके साथ कोई मारपीट नहीं हुई। दरअसल, सोशल मीडिया में सीमा–सचिन के बीच मारपीट की खबरें वायरल हो रही थीं। pic.twitter.com/OF65qYhDWM
— Sachin Gupta (@SachinGuptaUP) April 8, 2024