નવરાત્રીના ઉપવાસ માટે ખાસ હવે ઘરે જ બનાવો મહારાષ્ટ્રીયન સાબુદાણાની ટિક્કી

નવરાત્રીની શરૂઆત થઇ છે ત્યારે આ ભક્તિ અને આસ્થાના  9 દિવસો સુધી ઘણા જ ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. આ ઉપવસ દરમિયાન ઘણા લોકો માત્ર પાણી પી અને ઉપવાસ કરતા હોય છે તો ઘણા ફરાળ પણ લેતા હોય છે. તો ફરાળ લેતા લોકો માટે આજે અમે ખાસ સાબુદાણાની ટિક્કી લઈને આવ્યા છે. જે મહારાષ્ટ્રમાં ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ હવે આ સરળ રેસિપી દ્વારા તમે તેને ઘરે જ બનાવી શકશો. તેને બનાવવામાં પણ માત્ર 20 મિનિટનો જ સમય લાગશે. ચાલો જોઈએ બનાવવાની એકદમ સરળ રીત.

સાબુદાણાની ટિક્કી બનાવવાની સામગ્રી:

એક કટોરી સાબુદાણા (પલાળેલા)

બે બટાકા (બાફેલા)

1 ટેબલસ્પૂન સીંગદાણા (શેકેલા)

નાની ચમચી કાળા મરી પાઉડર

2 લીલા બારીક કાપેલા મરચા

સિંધવ મીઠું સ્વાદ અનુસાર

તળવા માટે તેલ

સાબુદાણાની ટિક્કી બનાવવાની સામગ્રી:

સૌથી પહેલા એક વાસણની અંદર બટાકાને કાળા મરી પાવડર, સિંધવ મીઠું અને લીલા મરચા સાથે સારી રીતે ગુંદી લો. સાબુદાણા અને સીંગદાણા નાખીને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી દેવું. મીડીયમ આંચ ઉપર એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દેવું.

સાબુદાણા-બટાકાના મિશ્રણમાંથી ટિક્કી બનાવતા જાઓ અને બાજુ ઉપર એક પ્લેટમાં રાખી લો. ધ્યાન રાખવું કે હથેળીને ચીકણી કરવાનું ના ભૂલવું. તેલ ગરમ થતા જ એક એક કરીને ટિક્કીને તેલમાં નાખો અને બંને તરફથી સોનેરી થતા સુધી તળતા રહો. બધી જ ટિક્કી તળાઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.

તૈયાર છે તમારી સાબુદાણાની ટિક્કી. હવે તેને ચટણી સાથે ગરમ ગરમ જ પીરસો.

જો તમે ઈચ્છો તો સ્વાદ માટે સાબુદાણાના મિશ્રણમાં ધાણા અને પુદીનાની પેસ્ટ પણ મિક્સ કરી શકો છો. આ રેસિપી તમને કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેના કારણે આવી જ સ્વાદ સભર રેસિપી હરદમ અમે તમારા માટે લાવતા રહીએ.

Shah Jina