સાબરકાંઠા : લિવ-ઈનમાં રહેતા દાદા-દાદી જોડાયા લગ્નગ્રંથીથી, અનોખા લગ્નમાં સામેલ થઇ 3 પેઢી

વાહ સાબરકાંઠા વાહ! લીવ ઈનમાં રહેતાં ડોસા-ડોશીના અનોખા લગ્નમાં ત્રણ પેઢીઓ નાચી

પ્રેમ વિશે તો કહેવું જ શું, ધર્મ-જાતિ અને ઉંમર તેમજ સરહદના બંધનોને પણ જેને ન રોકી શકે. પ્રેમ કંઇ પૂછીને થોડી ના થાય છે, તે તો બસ થઇ જાય છે. હાલમાં જ સાબરકાંઠામાંથી એક અનોખા લગ્નન સામે આવ્યા. 75 વર્ષના દાદા અને 73 વર્ષના દાદી લગ્નગ્રંથિથી જોડાયા. આ લગ્નમાં તેમના દીકરા-દીકરી સહિત પૌત્ર અને પૌત્રીઓ પણ સામેલ થયા હતા.

લિવ-ઈનમાં રહેતા દાદા-દાદી જોડાયા લગ્નગ્રંથીથી

તમને નવાઇ લાગશે કે સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આ ઉંમરે લગ્ન એ કોઈ નવાઈની વાત નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિજયનગરના નવાગામમાં 75 વર્ષિય નગજીભાઈ મંગળાજી રોજડ અને 73 વર્ષિય વેચાતી બહેન બંને લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા.

75 વર્ષના દાદા અને 73 વર્ષના દાદીએ કર્યા લગ્ન

પણ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન ન કર્યા હોય અને આવા દંપતીમાંથી જો કોઈ એકનું અવસાન થાય તો મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ત્યારે ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. જેને કારણે આ દંપતિએ લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં આખું ગામ પણ ઉમટ્યુ હતું.

દીકરા-દીકરીઓ અને પૌત્ર-પૌત્રીઓ મન મૂકીને

ઢોલ નગારા સાથે મંગળ ગીતો ગવાયા અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના લગ્નને વધાવ્યા. જણાવી દઇએ કે, આ લગ્નમાં વર-વધુના દીકરા-દીકરીઓ અને પૌત્ર-પૌત્રીઓ સહિત 18 સભ્યો મન મૂકીને નાચ્યા હતા.

Shah Jina