ફિલ્મ જગતમાંથી આવ્યા વધુ એક દુ:ખદ સમાચાર, “ઇંદુ કી જવાની” અને “દેવી”ના પ્રોડ્યુસરનું થયુ અચાનક નિધન

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી વર્ષ 2020થી ખરાબ સમાચાર આવી રહ્યા છે. જે હજી સુધી બંધ નથી થયા, ઘણા સિતારાઓએ આ દુનિયાને કોરોનાને કારણે અલવિદા કહી છે. હવે ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખબર સામે આવી રહી છે. ફિલ્મ પ્રોડ્યુસર રેયાન સ્ટેફિનનું નિધન થઇ ગયુ છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ થોડા સમય પહેલા જ તેમની ફિલ્મ “ઇંદુ કી જવાની” અને મલ્ટીસ્ટારર શોર્ટ ફિલ્મ “દેવી” ઘણી ચર્ચામાં રહી હતી. જયાં “દેવી”માં કાજોલ, શ્રુતિ હાસન અને નેહા ધૂપિયા જેવા કેટલાક સ્ટાર્સ જોવા મળ્યા હતા. ત્યાં જ “ઇંદુ કી જવાની”માં અભિનેત્રી કિયારા અડવાણીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

રેયાન સ્ટીફન બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 2 દાયકાથી કામ કરી રહ્યા હતા. રેયાનના જવાથી ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. કિયારા અડવાણીથી લઇને વરૂણ ધવન તેમજ દિયા મિર્ઝા અને સુપર્ણ વર્માએ પણ તેમના નિધનને લઇને ટ્વીટ કરી છે.

રેયાન ઘણા લાંબા સમય સુધી કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડ્કશન સાથે જોડાયેલ હતા. તેઓ હાલમાં જ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

Shah Jina