“મમ્મી હું યુક્રેનમાં છું, અમે હવે નાગરિકોને પણ ટાર્ગેટ કરી રહ્યા છીએ !” રશિયન સૈનિકનો છલ્લો મેસેજ થયો વાયરલ, જુઓ વીડિયો

યુક્રેનમાં રશિયન સેનાએ કરેલી તબાહીને આખી દુનિયા અત્યારે જોઈ અને સાંભળી રહી છે, પરંતુ યુક્રેન પીછેહઠ કરવા તૈયાર નથી. આ દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈમરજન્સી સત્ર પણ બોલાવવામાં આવ્યું હતું. આ સત્રમાં, સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂતે યુક્રેનની એક ઘટનાનો ઉલ્લેખ કરતા રશિયન સૈનિકનો સંદેશ વાંચ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન દળો હવે યુક્રેનિયનો પર પણ હુમલો કરી રહ્યા છે.

“મા હું યુક્રેનમાં છું. ખરી લડાઈ અહીં થઈ રહી છે. હુ ડરેલો છુ. અમે સાથે મળીને તમામ શહેરોમાં બોમ્બ ધડાકા કરી રહ્યા છીએ. નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.” આ શબ્દો ચેહ એક રશિયન સૈનિકના, જેને તેની માતાને છેલ્લો સંદેશ મોકલ્યો હતો. જેના બાદ તે રશિયન સૈનિક યુદ્ધમાં મોતને ભેટ્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે યુક્રેનના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઈમરજન્સી સત્રમાં આ સંદેશ વાંચ્યો. તેમણે મેસેજને આગળ વાંચ્યો અને કહ્યું કે જ્યારે તેની માતાએ તેને પૂછ્યું કે તે મેસેજનો જવાબ આપવામાં આટલો સમય કેમ લે છે, તો તેણે કહ્યું કે તે યુક્રેનમાં છે અને પોતાને ફાંસી આપવા માંગે છે.

આ સંદેશમાં રશિયન સૈનિકે કથિત રીતે લખ્યું હતું કે, “અમને કહેવામાં આવ્યું હતું કે તેઓ (યુક્રેનિયનો) અમારું સ્વાગત કરશે, પરંતુ તેઓ અમારી બખ્તરબંધ ગાડીઓની આગળ પડી રહ્યા છે, પૈડાંની  નીચે પોતાને ધકેલી રહ્યા છે અને અમને આગળ નથી જવા દઈ રહ્યા. તેઓ અમને ફાસીવાદી કહી રહ્યા છે. માતા, આ ખૂબ મુશ્કેલ છે.” એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રશિયન સૈનિક યુક્રેન સાથેના યુદ્ધમાં સામેલ થયા પહેલા ક્રિમિયામાં ફરજ બજાવતો હતો.

અમેરિકન કેબલ અને સેટેલાઇટ ટેલિવિઝન નેટવર્ક C-SPAN દ્વારા કિસલિત્સ્યાના સંદેશાઓ વાંચવાનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. તેમાં કિસલિત્સ્યા સૈનિકોના સંદેશાઓના સ્ક્રીનશોટ ધરાવે છે. આ સંદેશ આપતા તેઓ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને આ યુદ્ધની ભયાનકતાની કલ્પના કરવા વિનંતી કરે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ કિવ પર હુમલો કરવા માટે પોતાની સેનાનો એક વિશાળ કાફલો મોકલ્યો છે. તે યુક્રેનની રાજધાની નજીક પહોંચી ગયું છે. બીજી તરફ બંને દેશો વચ્ચે સમાધાન માટે પ્રથમ રાઉન્ડની ચર્ચા નિષ્ફળ ગઈ છે. ન તો રશિયા પીછેહઠ કરવા તૈયાર છે કે ન તો યુક્રેન શસ્ત્રો મૂકવા તૈયાર છે. બીજી તરફ ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

Niraj Patel