આ 15 વર્ષની છોકરી છે દુનિયાની સૌથી તાકાતવર છોકરી, મુક્કો મારીને પાડી નાખે છે આખું ઝાડ, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

પોતાના ફૂલ જેવા બાળકની ચિંતા દરેક માતા પિતાને થતી હોય છે, જો બાળકને સહેજ પણ ઇજા થઇ જાય છે તો માતા પિતા હેરાન પરેશાન થઇ જાય છે. સોશિયલ મીડિયામાં બાળકોની કાળજી લેવાના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તો ઘણા વીડિયોની અંદર આપને એ પણ જોયું હશે કે નાના બાળકોને બાળપણથી જ મજબૂત બનાવવામાં આવતા હોય છે. પરંતુ હાલ એક 12 વર્ષની દીકરી મુક્કા મારીને આખું ઝાડ પાડતી જોવા મળે છે.

રશિયાની 15 વર્ષની અવનિકા સદ્વાકાસ સૌથી શક્તિશાળી છોકરી તરીકે પ્રખ્યાત છે. તેના બોક્સિંગ સાથે તેણે મોટામોટા ધુરંધરોને પણ ધૂળ ચાટતા કરી દીધા છે. હાલમાં અવનિકાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો છે, જેમાં તે ઝાડ પર મુક્કા મારતી જોવા મળી રહી છે. જોકે આ વીડિયો વર્ષ 2017નો છે. પરંતુ ફરી એકવાર આ વીડિયો વાયરલ થયો છે.

અવનિકા માત્ર ચાર વર્ષની હતી ત્યારથી બોક્સિંગની પ્રેક્ટિસ કરી રહી છે. આમાં અવનિકાના પિતા રૂસ્ટ્રમ પણ તેને ઘણી મદદ કરે છે. તે પોતે બોક્સિંગ કોચ છે. તેના પિતાની જેમ અવનિકા પણ હવે કુશળ બોક્સર બની ગઈ છે. વાયરલ થયેલા અવનિકાના વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી રીતે ઝાડને સતત મુક્કો મારી રહી છે. તે પહેલા ઝાડને મુક્કો મારીને ઝાડને નબળું પાડે છે, જેથી તે થોડા જ સમયમાં તૂટી પડે છે. અવનિયાનો આ વીડિયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે.

અવનિકાના પિતા રુસ્ટ્રમ સિવાય તેના 7 ભાઈ-બહેન બોક્સિંગના શોખીન છે. જ્યારે અવનિકાની માતા આનિયા જીમનાસ્ટ છે. તમને જણાવી દઈએ કે, 12 વર્ષની અવનિકાએ એક મિનિટમાં 654 મુક્કા મારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. આટલું જ નહીં તે પોતાના જોરદાર મુક્કાથી તમામ મજબૂત વસ્તુઓને તોડી નાખવામાં માહિર છે.

અવનિકાના વીડિયો ધ સનના ટ્વિટર એકાઉન્ટ પર જોઈ શકાય છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું, “ખૂબ સારું… પરંતુ વૃક્ષ તમારી સાથે લડી શકતું નથી.” બીજા યુઝરે લખ્યું, “તેના માતા-પિતાએ ખૂબ ગર્વ અનુભવ્યો હશે.” ત્રીજા યુઝરે લખ્યું, “જ્યારે આ છોકરી મોટી થશે ત્યારે એક સારી બોક્સર બનશે.

Niraj Patel