યુક્રેનના ઘણા વિસ્તારમાં ઘુસી ગઈ રશિયાની સેના, યુક્રેને આપ્યો વળતો જવાબ 5 ફાયટર જેટ તોડી નાખ્યા – વીડિયો જુઓ

આજે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે, રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં હુમલાની શરૂઆત પણ કરી દીધી છે, ત્યારે હવે યુક્રેન દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં અટાયર સુધીની ખબર પ્રમાણે 7 લોકોનો જીવ ગયો છે અને 9 લોકો ઘાયલ થયા છે.

ત્યારે જવાબી કાર્યવાહી કરતા યુક્રેને રશિયાના 5 ફાયટર જેટ તોડી પાડ્યા છે અને 1 હેલીકૉપ્ટરને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. રશિયાની સેના પણ યુક્રેનમાં ઘુસી ગઈ છે. રિપોર્ટ અનુસાર હવે રશિયા વધુ આક્રમક રીતે હુમલો કરી શકે છે.

મિસાઈલ હુમલા બાદ હવે રશિયાએ યુક્રેનમાં ટેન્ક વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર યુક્રેનના મેરીયુપોલ શહેરમાં ઘણી ટેન્ક ઘુસી ગઈ છે. એરપોર્ટ નજીકથી ધુમાડો નીકળવાના સમાચાર પણ મળ્યા છે. યુક્રેનના અન્ય શહેરોમાં પણ એરપોર્ટ હુમલાના અહેવાલો છે.રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કિવમાં ગભરાટનો માહોલ છે. લોકો શહેરમાંથી ભાગી રહ્યા છે. અચાનક રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળે છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની તસવીરો સામે આવવા લાગી છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના ખાલી વિસ્તારો પર બોમ્બમારો કર્યો છે અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે.

રશિયા યુક્રેનમાં એરબેઝ અને આર્મી બેઝને નષ્ટ કરવાનો દાવો કરી રહ્યું છે. યુક્રેનના અલગ-અલગ શહેરોમાંથી બોમ્બ ધડાકા બાદ લોકો તબાહીના ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે. જો કે સદનસીબે હજુ સુધી આ બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાની થઈ નથી.

Niraj Patel