2000 રૂપિયાની નોટને લઈને આવ્યા મોટા સમાચાર: જો તમારી પાસે હોય તો ખાસ વાંચો

નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરએ સોમવારે લોકસભામાં ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગત બે વર્ષથી દેશમાં એક પણ 2000 રૂપિયાની નોટ છપાઇ નથી.

સરકારે લોકસભામાં 2 હજાર રૂપિયાની નવી નોટ અંગે મોટી માહિતી આપી છે. એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ સોમવારે કહ્યું હતું કે, એપ્રિલ 2019 થી 2000 રૂપિયાની ચલણી નોટો છાપવામાં આવી નથી. 20 માર્ચ 2018 સુધીમાં 2000 રૂપિયાની 336.2 કરોડની ચલણી નોટો ચલણમાં હતી. જે સિસ્ટમમાં કુલ વોલ્યુમના 3.27 ટકા છે.

પ્રતિકાત્મક તસવીર

આંકડા અનુસાર 26 ફેબ્રુઆરી 2021 સૂધી સર્કયૂલેશનમાં 2000 રૂપિયાની મૂલ્યની 249.9 કરોડ કરંસી હતી. જો બેંક નોટસના વોલ્યૂમ અને વેલ્યૂને ક્રમશ: 2.01 ટકા અને 17.78 ટકા રહી ગઈ છે. નાણાં રાજય મંત્રીએ જણાવ્યુ કે, RBIના સલાહ બાદ સરકાર એક ખાસ મૂલ્યવર્ગના બેંકની નોટની છપાઈનો નિર્ણય કરે છે.

પ્રતિકાત્મક તસવીર

RBI એ 2019માં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની કુલ 3,542.991 મિલિયન નોટ છાપવામાં આવ્યા હતા. 2017-18માં ફક્ત 111.507 મિલિયન નોટ છાપવામાં આવી હતી. જે વર્ષ 2018-19માં ઘટીને માત્ર 46.690 મિલિયન થઈ ગઈ. એટલે કે 2018-19માં બે હજાર રૂપિયાની ફક્ત 46.690 મિલિયન નોટ છાપવામાં આવી. એપ્રિલ 2019માં બે હજાર રૂપિયાની એક પણ નવી નોટ છાપવામાં આવી નથી.

પ્રતિકાત્મક તસવીર

2,000 રૂપિયાની નોટ પ્રથમ નવેમ્બર 2016 માં છપાઇ હતી. કાળા નાણાં અને બનાવટી નોટો લઈને સરકારે મોટી કાર્યવાહીમાં 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો પરત લીધી હતી.

 

Shah Jina