ટીવીની દુનિયામાં ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકેલી અનુપમાનો દીકરો છે મમ્મી કરતા પણ સવાયો, જુઓ વીડિયોમાં તેનો જબરદસ્ત અંદાજ

ટીવી જગતમાં પોતાના અભિનય દ્વારા દેશના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીને સોશિયલ મીડિયામાં પણ લાખો લોકો ફોલો કરે છે. તેની ધારાવાહિક “અનુપમા” આજે ઘર ઘરમાં જોવામાં આવે છે, દર્શકો આ શોનો એક પણ એપિસોડ મિસ નથી કરતા, ત્યારે ટીઆરપીમાં પણ આ શો ટોપ ઉપર રહે છે.

રૂપાલી ગાંગુલી તેની ધારાવાહિક ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે તેના અંગત જીવન સાથે જોડાયેલી અપડેટ પણ હંમેશા શેર કરતી રહે છે. હાલમાં જ તેને પોતાના દીકરા સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જેને દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં તમે જોશો કે રૂપાલી બેઠી છે અને મેકઅપ કરી રહી છે ત્યારે તેનો દીકરો ત્યાં આવે છે અને તેને ગળે લગાવે છે. રૂપાલી પણ તેના પુત્રને પ્રેમથી ગળે લગાવે છે.પણ પછી દીકરો બાજુમાંથી થાળી કાઢે છે અને કહે છે કે તેને ભૂખ લાગી છે, કંઈક ખાવાની જરૂર છે. આ પછી રૂપાલી કાન પકડીને પુત્ર માટે ભોજન લેવા જાય છે.

આ વિડિયો શેર કરતાં રૂપાલીએ લખ્યું, “દિવસમાં એક વખત માતાને ગળે લગાડવું ખૂબ જ કિંમતી છે. પરંતુ તેની પાછળ એક અલગ જ કારણ છે. ચાલો અંત સુધી જોઈએ કે આ પાછળનું કારણ શું છે. દરેક માતા આ વીડિયોથી સંબંધિત હશે. મારી પ્રિય જાદુ કી ઝપ્પી.” સોશિયલ મીડિયામાં આ વીડિયોને 60 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો અને ઘણા બધા લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રૂપાલીએ હાલમાં જ તેના જીવનની વાર્તા શેર કરી છે. તેણે જણાવ્યું કે તેની ફિલ્મ બેકગ્રાઉન્ડને કારણે તેને અભિનય કેવી રીતે ગમ્યો. પરંતુ ત્યારબાદ તેના પિતાની ફિલ્મો ફ્લોપ જવા લાગી અને પરિવારને સંઘર્ષ કરવો પડ્યો. અભિનેત્રીએ જણાવ્યું કે તેને એક બુટિકમાં અને વેઈટર તરીકે કામ કરવું હતું. એકવાર તે એક પાર્ટીમાં વેઈટર તરીકે કામ કરતી હતી અને પછી તેના પિતા તે પાર્ટીમાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

આ પછી રૂપાલીએ કેટલીક જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી તે તેના પતિ અશ્વિનને મળી. અશ્વિને જ તેને ટીવીમાં કામ કરવા માટે પ્રેરિત કરી હતી. તેના પતિએ હંમેશા તેને એક્ટિંગ માટે પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં રૂપાલીને તેના પતિએ અનુપમાના શો માટે પણ પ્રેરિત કરી હતી. જેના દ્વારા રૂપાલીને એક નવી ઓળખ મળી.

Niraj Patel