પોતાની ફેવરેટ અનુપમાને ડાન્સ કરતા જોઇ ચાહકો થયા દીવાના, આઉટ ઓફ કંટ્રોલ થઇ રૂપાલીએ કર્યો મન ભરીને ડાન્સ- જુઓ વીડિયો

ટીવીની અનુપમાનું મન થયુ આઉટ ઓફ કંટ્રોલ, દિલકશ અદાઓ ભરેલા ડાંસથી ચાહકોને દીવાના બનાવતી જોવા મળી રૂપાલી ગાંગુલી- જુઓ વીડિયો

ટીવીની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક રૂપાલી ગાંગુલીએ અનુપમા શોથી દરેક ઘરમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. પોતાના શો અનુપમાથી તેણે લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેની સોશિયલ મીડિયા પર પોપ્યુલારિટી પણ ઘણી વધી છે. રૂપાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ઘણીવાર તેની લાઇફ સાથે જોડાયેલ અપડેટ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

રિયલ લાઇફમા રૂપાલી અનુપમા કરતા બિલકુલ અલગ અને એકદમ બિંદાસ લાઇફ જીવે છે. હાલમાં જ તેણે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે એકદમ મસ્તી ભરેલા અંદાજમાં થિરકતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી મન ભરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના એક્સપ્રેશન અને તેની એક એક અદાઓ લોકોને કાયલ બનાવી રહી છે. ડાન્સ કરતા તે ક્યુટ સ્માઇલ પણ આપી રહી છે, જે તેની ખૂબસુરત અદાઓમાં ચાર ચાંદ લગાવી રહી છે. રૂપાલી ફિલ્મ ચમેલીના ગીત ભાગે રે મન પર નાચી રહી છે.

આ ગીતને સુનિધિ ચૌહાણે ગાયુ છે. રૂપાલી ગાંગુલી આ ગીતમાં પોતાનો જીવ રેડી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે નો મેકઅપ લુકમાં છે અને તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. આ વીડિયોને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. લોકો તેની ખૂબસુરતી અને ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે. આ સાથે કેટલાક તો તેની તુલના ચમેલીની કરીના કપૂર ખાનથી પણ કરી રહ્યા છે. રૂપાલીએ આ વીડિયો શેર કરતા લખ્યુ- મન ઉપર કોઇ કંટ્રોલ નથી.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલીનો આ ડાન્સ જોઇને લાગે છે કે સાચેમાં તેનું મન પર કંટ્રોલ નથી. ગીતની ધુન પર સવાર થઇ તે ખૂબસુરતી સાથે થિરકી રહી છે. અનુપમા સ્ટાર રૂપાલી ગાંગુલી શો બાદથી ફની અને મનોરંજન વાળા વીડિયો અને રીલ્સ શેર કરતી રહે છે. તે સેટ પર તેના કો-સ્ટાર્સ સાથે એન્જોય કરતી પણ જોવા મળે છે. આ પહેલા તેણે એક રીલ્સ શેર કરી હતી. જેમાં તે કજરા મુહબ્બત વાલા ગીત પર થિરકતી જોવા મળી હતી.

Shah Jina