બોલિવૂડની યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ પેપરાજીને ઘણી તસવીરો માટે પોઝ આપ્યો હતો. આ દરમિયાનની આલિયાની ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં આલિયા ભટ્ટનો મોટો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આલિયાની તસવીરો પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
તસવીરમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો પણ જોવા મળી રહ્યો છે. આલિયા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ડાર્લિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તે પોતાની પ્રેગ્નન્સી અને આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે. ગંગુબાઈ કાઠિયાવાડી અને RRRની બ્લોકબસ્ટર સફળતા પછી, ફરી એકવાર અભિનેત્રી આલિયા ભટ્ટ તેની ફિલ્મ ડાર્લિંગ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
આલિયા ભટ્ટની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન વચ્ચે આલિયા ફરી એકવાર પોતાના બેબી બમ્પને છુપાવીને ફેશન ટ્રેન્ડ બતાવતી જોવા મળી હતી. બ્રહ્માસ્ત્ર અભિનેત્રીએ ઓવરસાઇઝ એથનિક ડ્રેસ કેરી કર્યો હતો અને આ દરમિયાન વાળ ખુલ્લા રાખ્યા હતા. મોમ ટુ બી આલિયાએ તેના બેબી બમ્પને મોટા આઉટફિટમાં છુપાવ્યો પરંતુ તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગ્નન્સીનો સમય ખૂબ જ માણી રહી છે. આ સાથે જ પ્રથમ બાળક સાથે ગર્ભવતી આલિયા ભટ્ટ પણ તેની આગામી ફિલ્મોના શૂટિંગ અને પ્રમોશનમાં ખૂબ જ સક્રિય છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યાં હતાં. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારથી આ કપલ પોતાના આવનાર બાળકના પ્લાનિંગને લઈને ચર્ચામાં છે.
પ્રેગ્નેન્સીની અનુભૂતિ પર વાત કરતાં આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- આનાથી સારી કોઈ લાગણી નથી અને મને ખબર નથી કે તેને કેવી રીતે કહેવું. સાચું કહું તો, હું હજી પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહી છું, મને ખબર નથી કે આ લાગણીને કેવી રીતે સમજાવવી.
View this post on Instagram