વર્ષ 2026માં કર્મફળદાતા અને ન્યાયના દેવતા શનિદેવનું નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સમયગાળા દરમિયાન શનિની આ ચાલ અને ત્રિગ્રહી યોગના નિર્માણથી તમામ 12 રાશિઓના જીવન પર ઊંડી અસર પડશે.
૬ રાશિઓ માટે સાવધાની અને પ્રભાવ

-
મેષ (Mesh): દ્વાદશ શનિના કારણે આવક કરતા ખર્ચમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી દોડધામ અને હોસ્પિટલના ચક્કરથી બચો. બજેટ બનાવીને ચાલો અને ઉતાવળમાં લોન કે ઉધાર લેવાનું ટાળો.

-
કર્ક (Kark): અધિકારીઓ અને સહકર્મીઓ સાથે અણબનાવથી બચો. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો તેમજ વાણી પર સંયમ રાખો. નોકરી કે વેપારમાં હમણાં કોઈ મોટું જોખમ ન લો.

-
સિંહ (Sinh): શેરબજાર કે સટ્ટાબાજીમાં રોકાણ કરવાનું સંપૂર્ણપણે ટાળો. બિનજરૂરી નિર્ણયો લેવાથી પારિવારિક જીવન પ્રભાવિત થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અને શનિવારે દાન કરો.

-
કન્યા (Kanya): બિઝનેસ પાર્ટનર સાથે લેણ-દેણમાં સ્પષ્ટતા જાળવી રાખો. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા અને આપસી તાલમેલની કમી રહી શકે છે. અંગત વાતચીતમાં કડવા શબ્દોનો પ્રયોગ ન કરો.

-
વૃશ્ચિક (Vrushick): ભૂમિ-વાહનની ખરીદી-વેચાણમાં દસ્તાવેજો ધ્યાનથી તપાસો. પરિવારના સભ્યો સાથે મનમેળાપમાં ઘટાડો થઈ શકે છે. ધૈર્ય જાળવી રાખો અને નિયમિત હુમાન ચાલીસાનો પાઠ કરો.

-
મીન (Meen): એકાગ્રતામાં કમી અને અનિદ્રા કે માથાનો દુખાવો જેવી શિકાયત થઈ શકે છે. બનતા કામોમાં અંતિમ સમયે અડચણ આવી શકે છે. શિવજીની ઉપાસના કરો અને શિસ્તબદ્ધ દિનચર્યા અપનાવો.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)