શું તમારી પાસે પણ છે આવી 1,5 અને 10 રૂપિયાની જૂની નોટ ? તો તમે પણ બની શકો છો લાખોપતિ, ફક્ત આ નાનકડું કામ તમારે કરવાનું છે

જો તમારી પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ, તો બની શકો છો લાખોપતિ, જાણો શું કરવાનું રહેશે

દુનિયાભરમાં ઘણા લોકો એવા હોય છે જે અલગ અલગ પ્રકારના નાણાંનો સંગ્રહ કરતા હોય છે. તેમને આવા વિશિષ્ટ પ્રકારના નાણાં એકત્ર કરવાનો શોખ હોય છે અને તેના માટે ઘણા લોકો મોં માંગી કિંમત પણ ચુકવતા હોય છે.

બજારની અંદર જૂની અને ખાસ રેર નોટોની ખુબ જ માંગણી હોય છે, ઘણા લોકો આવી નોટો  ખરીદવામાં ખુબ જ રસ પણ રાખતા હોય છે અને તેના માટે તે લાખો રૂપિયાની કિંમત પણ ચુકવતા હોય છે. જો તમારી પાસે પણ જૂની ચલણી નોટોમાં 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની નોટ હોય તો જાણી લો તેને કેવી રીતે વેચી શકશો.

જો તમારી પાસે 1957ના આરબીઆઈ ગવર્નર એચએમ પટેલની સહીવાળી 1 રૂપિયાની નોટ છે, તો તમે તેને ઓનલાઈન વેચી શકો છો. તેનો સીરીયલ નંબર 123456 છે. આ નોટ 45000 રૂપિયામાં વેચાઈ રહી છે. તમે આ નોટોને Coinbazzar વેબસાઇટ પર વેચી શકો છો.

ઓનલાઇન 1 રૂપિયાથી લઈને ચલણમાં આવેલી તમામ પ્રકારની વિશિષ્ટ નોટોની બજારમાં ખુબ જ ઊંચી માંગ છે. અને આ ચલણ વેચવા માટે આપણે ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. આજે ઓનલાઈન કેટલીય ઈ-કોમર્સ વેબસાઈટ છે જેના દ્વારા તમે તેને વેચી શકો છો.

બસ આ ચલણમાં એક ખાસ શરત હોય છે કે તે ચલણ વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ. તેના સિરિયલ નંબર અને ગવર્નરની સહીના આધારે માત્ર એક રૂપિયાની નોટના પણ લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર થતા હોય છે.

જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ છે જેના પર અશોક સ્તંભ બનેલો છે, તો તમે તેનાથી ઘણી કમાણી કરી શકો છો. 1943માં બ્રિટિશ રાજના સમયમાં આવી દસ રૂપિયાની નોટો આવી અને આ નોટો પર સી.ડી.દેશમુખની સહી છે. આ નોટના બદલામાં 20-25 હજાર રૂપિયા મળી શકે છે.

જો તમારી પાસે આ જૂના 5 રૂપિયાની નોટ છે. તો સમજી લો કે તમે આંખના પલકારામાં સરળતાથી 30,000 કમાઈ શકો છો. પરંતુ આ 5 રૂપિયાની નોટની પણ કેટલીક ખાસિયતો છે. પાંચ રૂપિયાની આ નોટ પર ટ્રેક્ટરની તસવીર હોવી જોઈએ. સાથે જ તેમાં 786 અંક પણ લખેલા હોવા જોઈએ. આ નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવી છે. આ નોટ એકદમ દુર્લભ માનવામાં આવે છે. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને Coinbazzar વેબસાઇટ પર વેચી શકો છો.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો. તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX

Niraj Patel