રૂપિયા, ડોલર અને સોના ચાંદીના સિક્કા બાદ હવે સુર સમ્રાટ કિર્તીદાન ગઢવીમાં થયો રોટલાનો વરસાદ, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો.. જુઓ વીડિયો

કિર્તીદાન ગઢવીના ડાયરામાં 50 હજારથી વધારે રોટલા રોટલીનો થયો વરસાદ, આખો સ્ટેજ રોટલા-રોટલીથી ઉભરાઈ ગયો, કિર્તીદાન અને કમો પણ ઢંકાઈ ગયા, જુઓ વીડિયો

હાલ ગુજરાતમાં ચારેય તરફ ડાયરાની રમઝટ જામી છે અને  ઘણા બધા ગુજરાતી કલાકારો પણ ડાયરામાં પોતાના અવાજથી ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરાની પણ એક અલગ રોનક હોય છે. તમે અત્યાર સુધી તેમના ડાયરામાં  ચલણી નોટો અને ડોલરનો વરસાદ તથા જોયો હશે. થોડા સમય પહેલા તેમના ડાયરામાં સોના ચાંદીના સિક્કા પણ ઉછળ્યા.

ત્યારે હાલ તેમના ડાયરામાં રોટલાનો વરસાદ થયેલો જોવા મળ્યો. કિર્તીદાનનો આ ડાયરો યોજાયો હતો પાટણ,આ. જ્યાં હાલમાં જ બનાવવામાં આવેલા ભવ્ય રોટલીયા હનુમાન દાદાના મંદિરના પાટોત્સવ નિમિત્તે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ડાયરાની ખાસ વાત એ હતી કે તેના માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવ્યો નહોતો. પરંતુ ઘરેથી રોટલા રોટલી લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું.

જે લોકો ઘરેથી રોટલા કે રોટલી લઈને ના આવ્યા હોય તેમના માટે પણ ત્યાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને તે મંદિરમાંથી જ રોટલા કે રોટલી ખરીદીને ડાયરામાં પ્રવેશ કરી શકતા હતા. ત્યારે આ અનોખા ડાયરામાં 50 હજાર કરતા પણ વધારે રોટલા રોટલીનું દાન આવ્યું હતું અને આ તમામ રોટલા રોટલીઓ અબોલા પશુઓને ખવડાવવામાં આવશે.

પાટણના હાંસાપુરા મલ્હાર લિંક રોડ પર અવાયેલા હનુમાન દાદાના આ મંદિરને રોટલીયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં પ્રસાદી તરીકે રોટલા કે રોટલી ચડાવવામાં આવે છે. આ ડાયરામાં કિર્તીદાન ગઢવી સાથે કોઠારીયાનો કમો પણ ઉપસ્થિત રહ્યો હતો.

કિર્તીદાન દ્વારા આ ડાયરાના વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લોકો એક પછી એક રોટલા અને રોટલી લાવીને મંચ પાસે જ મૂકી રહ્યા છે અને જોત જોતામાં જ આ આખો સ્ટેજ રોટલા અને રોટલીઓથી ભરાઈ જાય છે. મંચ પર બેઠેલો કમો અને કિર્તીદાન પણ રોટલા અને રોટલીના થપ્પાની પાછળ ઢંકાઈ જાય છે.

Niraj Patel