ખબર ખેલ જગત

રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડનો ચહેરો બુર્જ ખલીફા ઉપર દેખાડવા માટે ખર્ચી નાખ્યા અધધધ રૂપિયા, જુઓ શાનદાર વીડિયો

રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડના જન્મ દિવસ ઉપર આપી તેને ખુબ જ શાનદાર ભેટ, તસવીરો અને વીડિયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ

પોર્ટુગલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ તરફથી રમતા સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝને તેના 28માં જન્મદિવસ પર ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. જ્યોર્જીનાના જન્મદિવસે તેણે દુબઈમાં વિશ્વની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર જ્યોર્જીનાનો ફોટો પ્રદર્શિત કર્યો હતો. આ સાથે જ તેને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગની ઘણી તસવીરો પણ સામે આવી છે. તસવીરમાં રોનાલ્ડો જ્યોર્જીના અને તેના બાળકો સાથે જોવા મળી રહ્યો છે. રોનાલ્ડોની આ રીત તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. 36 વર્ષીય રોનાલ્ડોએ જ્યોર્જિનાને શુભેચ્છા પાઠવવા લાખો રૂપિયા ખર્ચ્યા હતા.

જ્યોર્જીનાની તસવીરની સાથે ત્યાં ‘હેપ્પી બર્થ ડે જિયો’ મેસેજ પણ લખવામાં આવ્યો હતો. રોનાલ્ડોએ પોતાના પરિવાર સાથે બુર્જ ખલીફા સામે પોઝ પણ આપ્યો હતો. રોનાલ્ડો હાલમાં ફૂટબોલથી દૂર તેના પરિવાર સાથે દુબઈમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. આ સાથે રોનાલ્ડોએ એક વીડિયો પણ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “માય લવ, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

રોનાલ્ડો અને તેના પરિવારે ગુરુવારે બુર્જ ખલીફાની સામે ડિનર પણ માણ્યું હતું. આ સિવાય તે પરિવાર સાથે બીચ પર ફરવા પણ ગયો હતો. ‘ધ સન’ના અહેવાલ મુજબ, બુર્જ લેક પર લાઇટ અને લેસર શો કરવા ખૂબ ખર્ચાળ છે. ત્રણ મિનિટના પ્રમોશનલ વીડિયો અથવા મેસેજ માટે લગભગ 50 લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે.

રોનાલ્ડો દ્વારા શેર કરવામાં આવેલી 36-સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેણે અત્યાર સુધીમાં 84 લાખથી વધુ લાઈક્સ અને 40 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કલીપ રોનાલ્ડોએ 27 જાન્યુઆરીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી હતી, જે વાયરલ થઈ છે. હકીકતમાં તે ઇંગ્લિશ પ્રીમિયર લીગના શિયાળાના વિરામ દરમિયાન દુબઈમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે.

શનિવાર કે રવિવારે તેની કિંમત વધુ હોય છે. જોકે, રોનાલ્ડો માટે આ રકમ કંઈ નથી. રોનાલ્ડોની કુલ આવક 3700 કરોડની આસપાસ છે. લગભગ 200 કરોડના પ્રાઈવેટ જેટ ઉપરાંત તેની પાસે ઘણી સ્પોર્ટ્સ કાર પણ છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીનાના જીવન પર એક સિરીઝ પણ આવી છે. તેનું નામ ‘આઈ એમ જ્યોર્જીના’ છે.

 

View this post on Instagram

 

A post shared by Cristiano Ronaldo (@cristiano)

રોનાલ્ડોએ પણ આ નેટફ્લિક્સ સિરીઝની ઉજવણી કરી હતી. આ સીરીઝમાં જણાવવામાં આવ્યું છે કે જ્યોર્જીના 2016માં રોનાલ્ડને મળી હતી. પહેલા જ્યોર્જીના એક દુકાનમાં કામ કરતી હતી અને તેનો પગાર હજાર રૂપિયા હતો. રોનાલ્ડો ત્યારબાદ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમ્યો. હવે તે રોનાલ્ડો સાથે તેના ગલ્ફસ્ટ્રીમ G20 પ્લેનમાં મુસાફરી કરે છે. જ્યોર્જિનાએ આ સિરીઝમાં પોતાની અને રોનાલ્ડોની મુલાકાતની સ્ટોરી પણ જણાવી છે.