જો કોઈ પણ લક્ઝરી કાર રસ્તા પરથી પસાર થઇ રહી હોય તો દરેકની નજર એક ક્ષણ માટો તો ત્યાં જ અટકી જાય છે. ત્યારે જો તમને સોનાની કાર જોવા મળી દાય તો… ? ચોંકી ગયાને તમે..આ દિવસોમાં દેશના આઈટી હબ એટલે કે બેંગલુરુના રસ્તાઓ પર એક લક્ઝરી ટેક્સી જોવા મળી રહી છે, તમે પણ વિચારતા હશો કે આપણે રસ્તા પર દોડતી ટેક્સીને લક્ઝરીનું નામ કેમ આપ્યું છે ? તો ચાલો તમને આની પાછળનું કારણ અને આ લક્ઝરી કારમાં ફરવા માટે એક દિવસનો કેટલો ખર્ચ થશે તે જાણીએ.
કેરળનો બિઝનેસમેન પોતાની કાર પર પડતી લોકોની ખરાબ નજરથી એટલો નારાજ થઈ ગયો કે તેણે એક ચોંકાવનારું કામ કર્યું. આ બિઝનેસમેને પોતાની રોલ્સ રોયસ ફેન્ટમને ટેક્સીમાં કન્વર્ટ કરી દીધી. હવે આ ટેક્સી પ્રવાસીઓને લઈ જવાના કામમાં લાગી ગઈ છે. તેનું એક દિવસનું ભાડું પણ માત્ર 25 હજાર રૂપિયા છે. જો કે અન્ય ટેક્સીઓની સરખામણીમાં આ ભાડું તમને વધારે લાગશે, પરંતુ રોલ્સ રોયસ ફેન્ટમની સવારી અને તે પણ આખા દિવસ માટે…
ડૉ.બોબી ચેમ્મનુરે પોતાની રોલ્સ રોયસને ટેક્સીમાં રૂપાંતરિત કરી. બોબીની કંપની ચેમ્મનુર ગ્રુપના ભારત સહિત અન્ય ઘણા દેશોમાં આઉટલેટ છે અને તે કેરળના જાણીતા બિઝનેસમેનમાંથી એક છે. બોબીએ જણાવ્યું કે લોકો તેની કારને લાલચુ નજરે જોતા હતા, જે તેને બિલકુલ પસંદ નહોતું. તેને કારમાં મુસાફરી કરવામાં આરામદાયક લાગતું ન હતું. આ કારણે તેણે કારને ટેક્સીમાં ફેરવવાનું નક્કી કર્યું. બોબીએ કારને ટેક્સીમાં કન્વર્ટ કરતા પહેલા ફેન્ટમનો કાળો રંગ બદલીને સોનેરી પીળો કરી દીધો.
તે ગ્લોસી ગોલ્ડન છે જે કારને ગોલ્ડન ફીલ આપે છે. કારની ટોચ પર ટેક્સીની લાઇટ્સ પણ લગાવવામાં આવી છે જેથી કરીને લોકો તેને જોઈને મૂંઝવણમાં ન મૂકાય. બોબીએ આ કારને ધ ગોલ્ડન ચેરિઅટ નામ આપ્યું છે. આ કારનો રજીસ્ટ્રેશન નંબર પણ VIP છે, કારનો નંબર 0001 છે. રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત સાંભળીને કોઈપણ ચોંકી શકે છે. બોબીએ જે કારને કોઈ ખચકાટ વિના ટેક્સીમાં ફેરવી તેની કિંમત 8.99 કરોડથી 10.50 કરોડ રૂપિયા છે. આ કારમાં ઘણા લક્ઝરી ફીચર્સ છે. તમને જણાવી દઈએ કે આ કારની ટોપ સ્પીડ 240kmph છે.