ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 10 કરોડની કાર સાથે દુબઈમાં જોવા મળ્યા હતા. આ રોલ્સ રોયલ કલીનન બ્લેક બેજ નારંગી કલરની છે, આ સાથે તેમની સુરક્ષામાં 20 વાહનોનો કાફલો પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે.
લક્ઝરી એસયુવીમાં Rolls-Royce Cullinan ભારતીયોની પ્રથમ પસંદગી છે. કંપનીએ 2020માં ભારતમાં આ કાર લોન્ચ કરી હતી. ભારતમાં તેની કિંમત લગભગ 8.2 કરોડ રૂપિયા છે. ટેક્સ પછી તેની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન પાસે પણ આ કાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં માત્ર ત્રણ લોકો પાસે જ Rolls Royce Cullinan બ્લેક બેજ કાર છે. જેમાં મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન અને હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાનનો સમાવેશ થાય છે. આ સિવાય મુકેશ અંબાણી પાસે બેંટલે, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફરારી, મર્સિડીઝ, BMW, Audi, લેક્સસ, વોલ્વો, ટોયોટા સહિત અન્ય ઘણી કંપનીઓની લક્ઝરી કાર છે.
અંબાણી પરિવાર પાસે તેની સુરક્ષા હેઠળ ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ અને એમજી ગ્લોસ્ટર તેમજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવી ગાડીઓ છે.
View this post on Instagram