બટાકા તો બહુ ખાધા હશે, પરંતુ આવા બટાકા જીવનમાં ક્યારેય ખાવા નહીં મળ્યા હોય, જુઓ વીડિયોમાં આ ભાઈ કેવી શાનદાર રીતે બનાવે છે

આપણા દેશની અંદર ખાવાના શોખીન ઘણા લોકો છે અને એમાં પણ અવનવી વેરાયટી ખાવાની વાત તો એક ભારતીય ક્યારેય પાછો ના પડે. દરેક ભારતીયને સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાવાનું પસંદ હોય છે. એવામાં ખાણીપીણીને લઈને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં આપણને જોવા મળે છે કે ઘણા લોકો કેટલીક શાનદાર રીતે ખાવની અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે, ઘણા લોકો તો જુગાડ કરીને એવી વાનગી બનાવે છે જે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય, તો ઘણા લોકો પોતાની અવનવી સ્ટાઈલથી વાનગીઓ બને છે.

પરંતુ આ દરમિયાન બટાકાની એક વાનગી બનવાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તમે આજ સુધી બટાકાની કેટલીય વાનગીઓ ભલે ખાધી હોય પરંતુ તમને તેનાથી એકદમ અલગ વાનગી ખાવા મળશે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને એક ફૂડી ફેસબુક પેજ દ્વારા 18 માર્ચના રોજ શેર કરવામાં આવ્યો છે, જેને અત્યારસુધી 10 લાખ કરતા પણ વધારે લોકો જોયો છે. સાથે જ આ બટાકા બનાવનારા વ્યક્તિની પણ ખુબ જ પ્રસંશા લોકો કોમેન્ટ કરીને કરી રહ્યા છે.

6 મિનિટ અને 8 સેકેન્ડના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક લારી વાળો વ્યક્તિ ભઠ્ઠાની અંદર રેતી ગરમ કરી અને બટાકા શેકે છે. તે વ્યક્તિ જણાવે છે કે આ બટાકા તે 25 રૂપિયાના 250 ગ્રામ વેચે છે. આ ઉપરાંત તે વ્યક્તિ 7 વર્ષથી આ લારી ચલાવી રહ્યો છે એમ પણ તે જણાવે છે.

આ શેકેલા બટાકાને તે ચટણી, મસાલા અને માખણ સાથે આપે છે. એ વ્યક્તિ રેતીમાંથી ગરમ ગરમ બટાકાને પોતાના હાથે જ બહાર કાઢે છે, આ વીડિયો ઉત્તર પ્રદેશના મૈનપુરીનો હોવાનું પણ જણાવવામાં આવે છે. જુઓ તમે પણ આ વાયરલ વીડિયોમાં….

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

Niraj Patel