Video: રસ્તા પર જ ગાડી રોકી અને છોકરીએ મટકાઇ કમર, કાચા બદામ ગીત પર મચાવી ધમાલ

મહિલાએ રસ્તા કિનારે કાચા બદામ ગીત પર કર્યો જોરદાર ડાંસ, 80 લાખથી વધારે વાર જોવામાં આવ્યો વીડિયો

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં જો કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો તે છે બંગાળી ગીત ‘કાચા બદામ’. છેલ્લા પાંચેક મહિનાથી સોશિયલ મીડિયા પર છવાયેલા આ ગીતે સામાન્ય જનતાને જ નહીં, પણ મોટી હસ્તીઓને પણ ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા છે. હવે આ ગીતની બીજી રીલ સામે આવી છે, જેમાં એક મહિલા રસ્તા પર જ જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને યોગા પ્રશિક્ષક ભારતી હેગડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વાયરલ ગીત ‘કાચા બદામ’ના ટ્રેન્ડને હવે કોઈ પરિચયની જરૂર નથી કારણ કે તે ઈન્ટરનેટની દુનિયા પર રાજ કરી રહ્યો છે. લોકો આ ગીત પર ખૂબ જ રીલ બનાવી રહ્યા છે. હાલ જે વીડિયો ભારતી હેગડેનો સામે આવ્યો છે, તેમાં તે રસ્તાના કિનારે આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. એક મહિના પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 267,456 લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી છે. ભારતી હેગડેના 32.2k ફોલોઅર્સ છે.

આ વાયરલ ટ્રેન્ડ ત્યારે શરૂ થયો જ્યારે પશ્ચિમ બંગાળના ભુવન બદ્યાકર નામના મગફળીના વિક્રેતાએ તેની મગફળી વેચવા માટે એક સુપર આકર્ષક જિંગલ બનાવીને રાતોરાત ઇન્ટરનેટ સનસનાટી મચાવી દીધી. ભારતીએ 29 જાન્યુઆરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. અત્યાર સુધીમાં તેને 2 લાખ 66 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bharati hegde (@bharati_hegde_)

ઉલ્લેખનીય છે કે, તેણે કમેન્ટ સેક્શન બંધ કરી દીધુ છે, તેથી લોકોની પ્રતિક્રિયા જાણી શકાતી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે જે વિડિયો પરની લાઈક્સ અને વ્યુઝ પરથી જાણી શકાય છે.

Shah Jina