ફેમસ ક્રિકેટરે લાઈવ મેચ દરમિયાન કરી નાખી આવી શર્મનાક હરકત, સમગ્ર ઘટના થઇ ગઈ કેમેરામાં કેદ, જુઓ

આઇપીએલ 2022ના 63માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 23 રનોથી માત આપી હતી. આ જીતની સાથે જ હવે રાજસ્થાનની ટીમે પ્લેઓફમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.આ મેચમાં લખનૌની ટીમ 179 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી અને 154 રન જ બનાવી શકી હતી.એવામાં છેલ્લી એટલે 20મી ઓવરમાં રાજસ્થાનના યુવા ખિલાડી રિયાન પરાગે કંઈક એવી હરકત કરી કે ચાહકો ગુસ્સે ભરાયા છે અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

સામે આવેલ રિપોર્ટના આધારે રિયાન લાઈવ મેચ દરમિયાન અમ્પાયરનો મજાક બનાવતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. થયું કંઈક એવું કે લખનઉની પારી દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણા 20મી ઓવર ફેંકવા માટે આવ્યો હતો.ત્યારે માર્કસ સ્ટોઇનીસે તેના ગેંદ(બોલ)ને એક મોટો શોટ લગાવવાની કોશિશ કરી હતી પણ ગેંદ સીધો જ  રિયાનના હાથમાં કેચ થઇ ગયો અને સ્ટોઈનિસ આઉટ થઇ ગયો.

જેના પછી રિયાન ગેંદને જમીનની નજીક લઇ જાય છે અને અમ્પાયરને ઈશારો કરતા જણાવે છે કે ગેંદ જમીનને સ્પર્શ થયો નથી. જેને અમ્પાયરના મજાક ઉડાવવા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.રિયાનની આ હરકત કેમેરામાં કેદ થઇ ગઈ હતી,અને તેની આવી હરકત કોઈને પણ પસંદ આવી ન હતી, જેના પછી રાજસ્થાન 24 રનોથી જીતી ગયું હતું.

રિયાને આવું એટલા માટે કર્યું કેમ કે તેના પહેલા 19માં ઓવરમાં પણ રિયાને સ્ટોઈનિસનો એક કેચ પકડી લીધો હતો, જેને અમ્પ્યારે ચેક કર્યું અને તેમાં જાણવા મળ્યું કે ગેંદ જમીનને ટચ થઇ રહી હતી. જેના પછી સ્ટોઈનિસને નૉટ આઉટ આપવામાં આવ્યું હતું.જેને લીધે જ પછીની ઓવરમાં રિયાન અમ્પાયરનો મજાક ઉડાવતા જોવા મળ્યો હતો.

રિયાનની આ હરકત પછી ક્રિકેટ ચાહકો બિલકુલ પણ ખુશ નથી, આના માટે રિયાનને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.ઘણા ક્રિકેટ ચાહકો રિયાનને એવું કહીને ધમકી આપવા લાગ્યા કે તેની ક્રિકેટ કારકિર્દી આ હરકતને લીધે ખતમ થઇ શકે છે, જયારે અમુક લોકો તેના ટેલેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.તેના પહેલા પણ આરબીસીના તેજ ગેંદબાજ હર્ષકલ પટેલ સાથે પણ તેનું ભીડવાનું થઇ ગયું હતું, તે મેચમા હર્ષલ એટલો નારાજ થઇ ગયો હતો કે હાથ મિલાવવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

Krishna Patel