ટી 20માં “ડાયમંડ ડક” પર આઉટ થટનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો ઋતુરાજ ગાયકવાડ, આ શરમજનક લિસ્ટમાં થયો સામેલ, જુઓ

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી 20માં એક પણ બિલ રમ્યા વિના જ ઋતુરાજ ગાયકવાડ થઇ ગયો રન આઉટ, ટી 20ના ઇતિહાસમાં ડાયમંડ ડક મેળવનાર ત્રીજો બેટ્સમેન બન્યો, એક જ મેચમાં બે ખેલાડી થયા “ડાયમંડ ડક”નો શિકાર

Rituraj Gaekwad Diamond Duck : ભારતે ઓસ્ટ્રેલિયા સામેની 5 ટી20 મેચની શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવીને શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 42 બોલમાં 80 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચમાં ભારતનો ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. રૂતુરાજ ગાયકવાડ T20માં ડાયમંડ ડક પર આઉટ થનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બન્યો છે.

ટી-20માં ડાયમંડ ડક બનાવનાર ત્રીજો ભારતીય :

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં યશસ્વી જયસ્વાલે જોરદાર શરૂઆત આપી હતી પરંતુ પહેલી જ ઓવરમાં તેના ખોટા કોલને કારણે ઋતુરાજ ગાયકવાડ બોલ રમ્યા વિના રનઆઉટ થયો હતો. આ સાથે ઋતુરાજનું નામ અનિચ્છનીય રેકોર્ડમાં નોંધાયું છે. તે T20 ઇન્ટરનેશનલમાં ડાયમંડ ડક મેળવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો.  ભારતીય દાવની પ્રથમ ઓવરમાં યશસ્વીએ માર્કસ સ્ટાઈનિસ સામે ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો.

જયસ્વાલના ખોટા કોલથી આઉટ થયો :

જયસ્વાલે ઓવરના પાંચમા બોલ પર ઋતુરાજને બે રન લેવા માટે બોલાવ્યો હતો પરંતુ તેણે બીજો રન દોડતા સમયે ના પાડી હતી, જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે બંને ખેલાડીઓ ક્રિઝ છોડીને અડધી પીચ પર હતા અને બોલ કીપરના હાથમાં આવી ગયો હતો. તેણે કોઈ ભૂલ કર્યા વિના ગીલ્લીઓ પાડી દીધી અને રૂતુરાજ એકપણ બોલનો સામનો કર્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ સાથે ગાયકવાડ અમિત મિશ્રા અને જસપ્રિત બુમરાહની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેઓ ડાયમંડ ડક્સનો શિકાર બન્યા હતા.

અમિત મિશ્રા અને બુમરાહના ક્લબમાં સામેલ :

આ ઉપરાંત અર્શદીપ સિંહ પણ આજ મેચમાં ડાયમંડ ડકનો શિકાર બન્યો. 9 ફેબ્રુઆરી 2016ના રોજ, બુમરાહ શ્રીલંકા સામે ડાયમંડ ડક પર આઉટ થયો હતો. આ પછી અમિત મિશ્રા 2017માં ઈંગ્લેન્ડ સામે આઉટ થયો હતો. અત્યાર સુધીમાં 21 ભારતીય બેટ્સમેન ડાયમંડ ડકનો શિકાર બની ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 209 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે કેપ્ટન સૂર્યકુમારના 80 રન અને પછીની ઓવરોમાં રિંકુ સિંહની જોરદાર ઇનિંગની મદદથી બે વિકેટે મેચ જીતી લીધી હતી.

Niraj Patel