ઋષભે યુક્રેનમાં પોતાના શ્વાન વગર ભારત આવવાની ચોખ્ખી ના પડી દીધી, એવું કહ્યું કે યુઝર્સ બગાડ્યા

પ્રાણીઓમાં શ્વાન એક વફાદાર પ્રાણી માનવામાં આવે છે. તમે શ્વાનના પોતાના માલિક પ્રત્યેની વફાદારીના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પણ ઉત્તરાખંડના એક યુવકે પોતાના પાલતુ શ્વાન સાથે વફાદારી નિભાવીને અનોખી મિસાલ કાયમ કરી છે. યુક્રેન-રુસ યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ઋષભ કૌશિક પોતાના શ્વાનને લીધા વગર ભારત અવવા માંગતો ન હતો અને તેણે શ્વાનને યુદ્ધથી ભરેલા શહેરમાં છોડવાનો ઇન્કાર કરી દીધો હતો.

યુક્રેનમાં ફસાયેલા એન્જીનીયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઋષભનો એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં તે પોતાના શ્વાનને લીધા વગર ભારત આવવાની મનાઈ કરી રહ્યો છે.ઋષભે કહ્યું કે તે પોતાનો શ્વાન ‘માલીબુ’ને યુક્રેનમાં એકલો નહિ છોડે અને તેને સાથે લઈને જ ભારત જશે.

વીડિયોમાં ઋષભ કહી રહ્યો છે કે,”હું અહીં ફસાઈ ગયો છું કેમ કે મારી ફલાઇટ 27 ફેબ્રુઆરીની હતી. લગાતાર બૉમ્બના ધમાકાને મારો શ્વાન તણાવમાં છે અને તે દરેક સમયે રડ્યાં કરે છે.અને જો તમે મારા માટે કંઈપણ કરી શકો, તો મહેરબાની કરીને મારી મદદ કરો. કીવમાં ભારતીય દૂતાવાસ પણ મારી મદદ નથી કરી રહ્યા”. વીડિયો દ્વારા ઋષભે ભારત સરકાર સામે મદદની માંગ કરી છે.

એવામાં ભારત સરકારે શ્વાનને સાથે લાવવાની મંજૂરી આપી દીધી છે અને તે માલીબુ સાથે હંગરી પહોંચી ગયો છે.ઋષભે જણાવ્યું કે તે માલીબુને સાથે લઈને યુક્રેનની બોર્ડર છોડી ચુક્યો છે. ભારત સરકારના અધિકારીઓએ તેનો સંપર્ક કર્યો અને ઋષભની સાથે તેના શ્વાનની તમામ ફોર્માલિટી પુરી કરી છે.ઋષભ પોતાના શ્વાનને ખુબ પ્રેમ કરે છે, એવામાં ઋષભે અધિકારીઓને પોતાનો વીડિયો દરેક સુધી પહોંચાડવા અને મદદ કરવા બદલ આભાર માન્યો છે.જલ્દી જ ઋષભ હંગરીથી મુંબઈની ફ્લાઇટ પકડશે.

Krishna Patel