ઋષભ પંતને એકદમ અડીને નીકળી ગઇ મોત, અકસ્માત બાદ પંતનો ખૂનથી લથપથ ચહેરાવાળો વીડિયો આવ્યો સામે

25 વર્ષીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક રોડ અકસ્માતમાં માંડ-માંડ બચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના પંતને જોકુ આવી જવાને કારણે સર્જાઇ હતી. તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને અનેકવાર પલટી ખાઇ ગયા બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માત બાદ પંત સળગતી કારની બારી તોડીને જાતે જ બહાર આવ્યો હતો. જ્યારે લોકો તેને બચાવવા પહોંચ્યા તો તેણે કહ્યું- હું ઋષભ પંત છું.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તેને માથા, પીઠ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત ખતરાની બહાર છે. તેને રૂડકીથી દહેરાદૂન સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. અહીંની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ડોકટરોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો જરૂર પડશે તો તેને એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવશે. ત્યારે હવે અકસ્માત બાદ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

વીડિયોમાં પંતને લોહીથી લથપથ ચહેરા સાથે ખાલી એક કપડામાં લપેટાયેલો જોઈ શકાય છે. ઋષભ પંતના નિવેદન મુજબ, જ્યારે તે કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેને જોકુ આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પછી પલટી ખાઇ ગયા બાદ કારમાં આગ લાગી ગઈ. ઋષભ પંત તેની માતાને સરપ્રાઇઝ આપવા ઘરે જઇ રહ્યો હતો અને ત્યારે આ બનાવ બન્યો હતો.

BCCI બોર્ડ સેક્રેટરી જય શાહે કહ્યું કે, પંતને કપાળ પર બે ઈજા છે. ઘૂંટણનું લિગામેન્ટ તૂટી ગયું છે. જમણા કાંડા અને પગની ઘૂંટીમાં પણ ઈજાઓ થઈ છે. એમઆરઆઈ પછી તેની ઈજાની ગંભીરતા જાણી શકાશે. અમે મેડિકલ ટીમ અને તેના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમે આ મુશ્કેલ સમયમાં પંતને તમામ શક્ય તબીબી સારવાર અને મદદ પૂરી પાડીશું.

 

View this post on Instagram

 

A post shared by CricTalk Liam (@crictalkliam)

આ અકસ્માતમાં તેને ઘણી ઈજાઓ પણ થઇ છે. ત્યારે તેના ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે, સાથે જ તેના ક્રિકેટ રમવાને લઈને પણ તે ખુબ જ ચિંતિત છે. દરેકના મનમાં એક સવાલ ફરી રહ્યો છે કે આ અકસ્માત બાદ શું ઋષબ ક્રિકેટથી દૂર થઇ જશે ? ત્યારે હવે આ મામલામાં તેની સારવાર કરી રહેલા ડોક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sambhu Paswan (@msdian_sambhu)

પંતને સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, ઈમરજન્સી યુનિટમાં તેની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે કહ્યું કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેની વધુ તપાસ કરવાની જરૂર છે. તેમણે આગળ જણાવ્યું કે કે જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે પણ વાત કરી હતી. તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેને માથામાં ઈજા છે પરંતુ મેં તેને ટાંકા નથી લીધા. મેં તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે. એક્સ-રે દર્શાવે છે કે કોઈ હાડકું તૂટ્યું નથી.

Shah Jina