સાઉથ આફ્રિકા સામેની ટી 20 મેચમાં હાર બાદ વિસ્ફોટક બેટ્સમેન રીન્કુ સિંહે કહ્યું “સોરી…” BCCIએ શેર કર્યો વીડિયો, જુઓ કારણ

ગગનચુંબી સિક્સ મારીને મીડિયા બોક્સની બારીનો કાચ તોડી નાખનારા રીન્કુ સિંહે મેચ બાદ શા કારણે કહ્યું સોરી ? વીડિયો થયો વાયરલ, જુઓ

Rinku Singh Says Sorry : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી 20 સિરીઝ હાલ ચાલી રહી છે. જેમાં પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઈ તો બીજી મેચમાં પણ વરસાદ વિઘ્ન બનીને આવ્યો, પરંતુ મેચ રમાઈ હતી અને તેમાં ભારતની હાર થઇ. ભારતની ટીમ તરફથી વિસ્ફોટક બેટ્સમેન રીન્કુ સિંહે પોતાના કેરિયરની અડધી સદી ફટકારી હતી. જો કે તેમ છતાં ભારતીય ટીમ મેચ હારી ગઈ હતી. રિંકુએ પોતાની અડધી સદીની ઇનિંગમાં 2 સિક્સર ફટકારી હતી.

સિક્સ મારીને કાચ તોડ્યો :

રીન્કુ સિંહે ફટકારેલી એક સિક્સર એટલી લાંબી હતી કે બોલ સીધો મીડિયા બોક્સની બારી પર પડ્યો અને બારીનો કાચ તૂટી ગયો. જેના કારણે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને નુકસાન થયું હતું. જ્યારે રિંકુને પૂછવામાં આવ્યું કે શું મીડિયા બોક્સનો કાચ તેના છગ્ગાથી તૂટી ગયો છે, તો ભારતીય બેટ્સમેને કહ્યું કે તેને આ વિશે ખબર નથી અને જો આવું થયું હોય તો તે તેના માટે માફી માંગુ છું. રિંકુ સિંહે 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે 70 રનની ભાગીદારી કરી હતી.

માંગી માફી :

રિંકુ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 38 રનની ભાગીદારી થઈ હતી. BCCIએ સોશિયલ મીડિયા X.in પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં રિંકુ સિંહ ઈન્ટરવ્યુ આપતો જોવા મળી રહ્યો છે. કાચ તૂટવાના સવાલ પર રિંકુ સિંહે કહ્યું કે મને ખબર નથી કે આવું બન્યું છે, મને તમારા તરફથી આ વાતની જાણ થઈ છે. આ માટે હું ક્ષમા માંગુ છું. રિંકુ સિંહે 19મી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમના બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી. તેનો બીજો છગ્ગો એટલો લાંબો હતો કે તે મીડિયા બોક્સ સુધી પહોંચી ગયો.

યુવરાજ સિંહ સાથે થઇ રહી છે તુલના :

રિંકુ સતત મેચ ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ મેચમાં જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેને પાંચમા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. સૂર્યા સાથે મળીને રિંકુએ ઇનિંગ્સને સંભાળી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 મેચ 14 ડિસેમ્બરે રમાશે.  અનુભવી સુનીલ ગાવસ્કર પણ ડાબા હાથના બેટ્સમેન રિંકુ સિંહની બેટિંગ જોઈને ખુશ છે. રિંકુની સરખામણી મહાન ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે કરવામાં આવી રહી છે.

Niraj Patel