“ધ કાશ્મીર ફાઇલ્સ” માટે આ રીક્ષા ડ્રાઈવર કરી રહ્યો છે એવું કામ કે જાણીને તમે પણ કરશો સલામ, જુઓ વીડિયો

વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં ચર્ચામાં છે. આ ફિલ્મ બહુ ઓછા સમયમાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. જ્યારે કેટલાક લોકો ફિલ્મના સમર્થનમાં તેને જોવાની અપીલ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મ જોનારાઓને ઘણા ફાયદા આપતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક રિક્ષા ચાલક ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા જતી મહિલાઓ પાસેથી ભાડું લેવાનો ઇનકાર કરતો જોવા મળે છે. વીડિયોમાં ડ્રાઈવર કહે છે કે આ ફિલ્મ માટે આ તેની જાહેર સેવા છે અને દરેક હિન્દુએ આ ફિલ્મ જોવી જોઈએ.

સામે આવેલા વીડિયોમાં રિક્ષા ચાલક વૃદ્ધ મહિલા પાસેથી પૈસા લેવાની ના પાડતો જોવા મળે છે. આના પર જ્યારે ત્યાં હાજર અન્ય એક મહિલાએ ઓટો ડ્રાઈવરને પૈસા લેવાનું કહ્યું, ત્યારે તેણે હાથ જોડીને કહ્યું મારે પૈસા નથી જોઈતા. પરંતુ મહિલા કહે છે કે અમે તમને પૈસા આપીશું. જેના જવાબમાં ડ્રાઇવરે કહ્યું કે તમે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા આવ્યા છો, તેથી હું તમારી પાસેથી પૈસા નહીં લઉં.

ડ્રાઈવર આગળ કહે છે કે દુનિયા ઘણું કરી રહી છે. આ વસ્તુ હોવી જોઈએ. દરેક હિન્દુઓએ આ ફિલ્મ જોવી જ જોઈએ. તેના પર મહિલા કહે છે કે શું તમે આ ફિલ્મ માટે લોકસેવા કરશો. ડ્રાઈવર આ માટે સંમત થાય છે અને કહે છે કે હું આ ફિલ્મ માટે લોકસેવા કરીશ. જે લોકો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોવા જશે, હું તેમની સેવામાં લાગી જઈશ.

વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં લખ્યું- ‘ભારત, માનવતા, સૌને સલામ, આભારી.’ આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરેલા વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- મારો દેશ બદલાઈ રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, ભારતની ઓળખ માનવતા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ફિલ્મની વાત કરીએ તો 11 માર્ચે 650 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની લોકપ્રિયતાને જોતા હવે તેની સ્ક્રીન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરમાં થયેલા નરસંહાર અને કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, મૃણાલ કુલકર્ણી જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે દુનિયાભરમાં લગભગ 200 કરોડની કમાણી કરી લીધી છે.

Niraj Patel