વધુ એક અકસ્માત ! મહેસાણામાં બેફામ કાર ચાલકે રિક્ષાને મારી ટક્કર, રિક્ષાચાલકનું કમકમાટી ભર્યું મોત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવે છે, જેમાં કેટલાક લોકોના મોત પણ નિપજે છે. ત્યારે હાલમાં જ 19 તારીખે મધરાતે અમદાવાદમાંથી એક ભયાનક અકસ્માતની ખબર સામે આવી હતી, ત્યારે હવે મહેસાણા-વિસનગર હાઇવે પરથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. બાસણા નજીકની બેફામ કારચાલકે રિક્ષાને ટક્કર મારી અને તેને કારણે રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું.

બેફામ કારચાલકે રિક્ષાને ટક્કર મારી
આ ઉપરાંત રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને ઇજા પણ પહોંચી. અમદાવાદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ પણ બેફામ વાહન ચાલકો જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યુ છે. પાપ્ત માહિતી અનુસાર, ગાડીની સ્પીડ વધારે હોવાને કારણે તેની રિક્ષા સાથે જોરદાર ટક્કર થઇ હતી અને તેને પગલે રિક્ષાચાલકનું મોત થયુ હતું. ત્યારે એક તરફ રાજ્યમાં ટ્રાફિક પોલીસ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દંડ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ વધારે સ્પીડથી વાહન હંકારનારા પણ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત 
વિસનગરના બાસણા ગામના બસ સ્ટેન્ડે વળાંક લઇ રહેલી રિક્ષાને એસેન્ટ ગાડીએ ટક્કર મારતા રિક્ષામાં સવાર પિલુદરાના યુવકનું મોત થયું અને બાસણાના યુવકને ગંભીર ઇજા પહોંચી જેને કારણ તેને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યો. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી હતી અને ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માત શુક્રવારે થયો હતો.

Shah Jina