સુશાંતની પ્રેમિકા રિયાનો સૌથી મોટો ધડાકો: કહ્યું કે , હું અને આ દિગ્ગજ હિરોઈન સાથે ગાંજો ફૂંકતાં હતાં અને…

રિયાએ કહ્યું સુશાંતની બહેન આમની જોડે ગાંજો ફૂંકતી હતી અને…જાણો સૌથી મોટો ખુલાસો

રિયા ચક્રવર્તીએ અનસીબી સામે ડ્રગ્સ મામલામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રિયા ચક્રવર્તીના નિવેદનને NCBએ ચાર્જશીટમાં સામેલ કર્યુ છે. રિયાએે સુશાંતના પરિવાર ઉપરાંત સારા અલી ખાન પર પણ  સંગીન આરોપ લગાવ્યા છે.

ઝી ન્યુઝના રીપોર્ટ અનુસાર,  રિયાએ કહ્યુ કે, સારા અલી ખાને તેને ગાંજો અને વોડકાની પેશકશ કરી હતી. રિયાએ જણાવ્યુ કેસ, સારા અને તેની વચ્ચે 4 જૂનથી 6 જૂન 2017 સુધી વાત થઇ. રિયા અનુસાર સારા અલી ખાન મારિજુઆના રોલ્સ બનાવતી હતી. તે બાદ તે અને સારા સાથે મળી જ્વાઇંટ પીતા હતા. કેટલીક વાર તો બંનેએ સાથે ધુમ્રપાન પણ કર્યુ છે.

રિયાના નિવેદનમાં એક જગ્યા પર તેણે એ પણ જણાવ્યુ છે કે, સારાએ તેને હેંગઓવરની સારવાર પણ જણાવી હતી. આ નિવેદનમાં રિયાએ કહ્યુ કે, એકવાર ડ્રગ્સને લઇને વાત થઇ રહી હતી, જયાં તેણે હેંગઓવરની સારવાર જણાવી.તે આઇસ્ક્રીમ અને ગાંજા વિશે વાત કરતી હતી જે તે ઉપયોગ કરે છે અને તેણે મને ઓફર કરી કારણ કે હેંગઓવરના દર્દથી નીકળી શકાય. આ વાત માત્ર મેસેજ પર થઇ હતી. પર્સનલી અમે આ વિશે કોઇ વાત કરી નથી.

સારા અલી ખાને એનસીબીએ 2020માં સુશાંત રાજપૂત ડ્રગ્સ કેસમાં સમન મોકલ્યુ હતુ. સારા અલી ખાને સુશાંત સાથે કેટલાક સમય માટે ડેટિંગની વાત કબૂલી હતી અને તેની સાથે તે થાઇલેંડની યાત્રા પર પણ ગઇ હતી.

સારાએ એ વાત સ્વીકારી કે ‘કેદારનાથ’ના શૂટિંગ વખતે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તે સુશાંત સાથે પાર્ટીમાં જતી હતી, પરંતુ તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. સારા અલી ખાને NCB પૂછપરછમાં સ્વીકાર્યુ હતું કે 2018માં તે સુશાંત સિંહ સાથે રિલેશનશિપમાં હતી. તેના જણાવ્યા મુજબ, ‘કેદારનાથ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેનું અફેર શરૂ થયું હતું અને એ દરમિયાન તે સુશાંત સાથે રહેવા માટે તેના કેપ્રી હાઉસ સ્થિત ઘરે પણ ગઈ હતી.

સુશાંત સિંહ રાજપૂતની કરીબી અને ડ્રગ્સ કનેક્શન મામલામાં કથિત આરોપી રિયા ચક્રવર્તીએ NCBને આપેલ મહત્વપૂર્ણ નિવેદન ચાર્જશીટમાં સામેલ છે. કોર્ટે 16/2020 કંપ્લેેંટ કેસ નંબરમાં આ ચાર્જશિટને સંજ્ઞાનમાં લીધેલ છે.

તમને જણાવી દઇએ કે, રિયાના હાથથી લખેલ ઇકબાલિયા નિવેદન NCB પાસે છે જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા છે તેમાં રિયાએ સુશાંતના પરિવાર વાળાને લઇને વાત કહી છે. આ મામલામાં રિયા અને અન્ય આરોપી જમાનત પર બહાર છે.

રિયાનો આરોપ છે કે, સુશાંતની બહેન પ્રિયંકા અને તેના જીજાજી સિદ્ધાર્થ પણ ડ્રગ્સ લેતા હતા. રિયાનું કહેવુ છે કે, તે બંને ગાંજો લેતા હતા અને સુશાંત માટે પણ લઇને આવતા હતા. NCBને આપેલ નિવેદનમાં રિયાએ લેખિત સ્ટેંટમેન્ટમાં તેણે કહ્યુ કે, સુશાંતને ડ્રગ્સની આદત પહેલાથી જ હતી. તેનથી મળ્યા પહેલા તે ડ્રગ્સ લેતો હતો. રિયાનું કહેવુ છે કે, સુશાંતનો પૂરો પરિવાર આ જાણે છે કે તેને ડ્રગ્સની લત હતી.

રિયાએ એ પણ ખુલાસે કર્યો છે કે, સુશાંતની બહેને 8 જૂન 2020ના રોજ તેમે વ્હોટ્સએપ મેસેજમાં કેટલીક દવાઓ લેવાની સલાહ આપી હતી, જે ડ્રગ્સ હતા. તેનો એ આરોપ છે કે, આમાંથી કેટલીક દવાઓ જાનલેવા હતી. સુશાંત પહેલાથી જ ડોક્ટર નિકિતાની લખેલી કેટલીક દવાઓ લેતો હતો.

રિયાએ NCB સામે પોતાનો પક્ષ રાખતા  કહ્યુ કે, બાલિગ હોવાને કારણે આ સાથે રિયાએ એ પણ જણાવ્યુ કે, સુશાંત તેની પરમિશન વગર ડ્રગ્સ લેતો હતો. આ તે તેને મળ્યા પહેલાથી જ લેતો હતો. રિયાએ કહ્યું કે, તેણે સુશાંતને હોસ્પિટલમાં દાખલ કરાવવાના પ્રયાસ કર્યા હતા અને તે વાતના તેની પાસે પુરાવા પણ છે. જો કે તે વાતને લઈને સુશાંત સંમત ન હતો.

તમને જણાવી દઇએ કે, બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મૃત અવસ્થામાં તેમના મુંબઇના બાંદ્રા સ્થિત ઘરમાં મળી આવ્યા હતા. તે બાદ આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો અને તે બાદથી ઘણા લોકોની પૂછપરછ પણ થઇ ચૂકી છે.

Shah Jina