સુશાંત સિંહની ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તી બિન્દાસ અંદાજમાં મુંબઈના રસ્તા પર વોક કરતી મળી જોવા, જુઓ તસવીરો

મુંબઈમાં કંઈક આવા ખુબસુરત અંદાજમાં વોક કરતી દેખાઈ રિયા ચક્રવર્તી, જુઓ

રિયા ચક્રવર્તી બોલિવૂડનું એક એવું નામ છે જેને તેની ફિલ્મોથી નહીં પરંતુ વિવાદોથી ઓળખ મળી છે. બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ખરાબ સમયમાંથી પસાર થઈ ચુકી હતી. વર્ષ 2020માં તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી રિયા ચક્રવર્તીએ મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો જોકે હવે તે પહેલાની જેમ જીવનમાં પાછી આવી રહી છે.

સુશાંત સિંહના મોતના મામલામાં ડગ કનેક્શનનો પણ ખુલાસો થયો હતો આ સમગ્ર મામલામાં રિયા ચક્રવતીની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. આવી સ્થિતિમાં એનડીપીએસ એક્ટ હેઠળની વિશેષ અદાલતે રિયા ચક્રવર્તીના બેંક ખાતાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોત પછી ડગના સંબંધમાં કેસ નોંધાયા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા 2020માં બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેને તેનું લેપટોપ અને મોબાઈલ ફોન પાછા મળી ગયા છે.

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી.રિયા ચક્રવતીએ પિંક કલરનું ક્રોપ ટોપ પહેર્યું હતું અને નીચે બ્લેક કલરનું શોટ્સ પહેર્યું હતું સાથે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા હતા. આ દરમ્યાન ચાહકો માટે રિયા ચક્રવર્તીની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે.

રિયા ચક્રવર્તી શોર્ટ્સ પહેરીને શાનદાર અંદાજમાં વોક કરતી જોવા મળી હતી. રિયા ચક્રવર્તીએ ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જોખમ વચ્ચે ફેસ માસ્ક પણ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. આ સાથે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના પણ ગઈ કાલે લગ્ન થઈ ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે વચ્ચે અણબનાવ ચાલતા હતા. જો કે જ્યાં અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે ત્યાં રિયા ચક્રવર્તીનું જીવન પણ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. રિયા ચક્રવર્તી પણ થોડા દિવસ પહેલા આકાંક્ષા રંજનના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી.

રિયા ચક્રવર્તીનો જન્મ 1 જુલાઈ, 1992ના રોજ બેંગ્લોરમાં થયો હતો. અભિનેત્રીએ 2000માં નાના પડદાના MTV રિયાલિટી શો TVS Scooty Teen Diva સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે આ શોની વિજેતા બની શકી ન હતી અને તેને રનર અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. તે પછી તે MTVના ઘણા શો હોસ્ટ કરતી જોવા મળી હતી.

Patel Meet