સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય તેની કોઇને ખબ નથી પડતી. ઘણીવાર એવા વીડિયો અને તસવીરો સામે આવી છે જેમાં ગ્રાહકે કોઇ ફૂડ ઓર્ડર કર્યુ હોય અને તેમાં વંદો કે પછી ઉંદર કે કંઇ જીવજંતુ મળવાની ઘટના સામે આવી હોય. ત્યારે હાલમાં જૂનાગઢના કેશોદમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ શાક મંગાવ્યુ અને રેસ્ટોરન્ટના શાકમાંથી મૃત કાનખજૂરો મળી આવ્યો, જે બાદ ચકચાર મચી ગઈ.
જો કે, જે શખ્સે જમવાનું ઓર્ડર કર્યું હતું તેણે વીડિયો બનાવી વાયરલ કરી દીધો અને તે બાદ આ મામલો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, જૂનાગઢના કેશોદની એક રેસ્ટોરન્ટ દ્વારા જે શાક પાર્સલ કરવામાં આવ્યુ હતુ તેમાં મૃત કાનખજુરો નીકળ્યો અને આ દરમિયાનનો વીડિયો પણ ગ્રાહકે ઉતાર્યો અને પછી વાયરલ કરી દીધો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ શાકને એક ડિશમાં કાઢે છે અને પછી તેમાં મૃત કાનખજુરો પણ જોઇ શકાય છે.
જેવું જ ગ્રાહકે પાર્સલ કરેલું શાક ઘરે લઈ જઈ ખોલ્યુ તો તેના હોંશ ઉડી ગયા. જો કે ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કરી દેતા રેસ્ટોરન્ટ માલીકે ચીમકી ઉચ્ચારતાં તેની સાથે અણછાજતું વર્તન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે, તમારાથી થાય તે કરી લેજો. જો કે, આ વાયરલ વિડીયોની હકીકતની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતું નથી. પણ જો આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરે તો સાચિ હકિકત બહાર આવી શકે તેમ છે. હાલ તો એવું કહેવાઇ રહ્યુ છે કે આ વાયરલ વિડીયો કેશોદના સ્ટેશન રોડ પર સિમલા રેસ્ટોરન્ટનો છે.