દુઃખદ: અમિતાભ બચ્ચનના આ અભિનેતા આર્થિક તંગી છે પરેશાન, બોલ્યા- મદદ જોઇએ પરંતુ…
કોરોના મહામારીને કારણે લાગેલ લોકડાઉનને સામાન્ય જનતાથી લઇને સેલિબ્રિટી સુુધીની કમર તોડી દીધી છે. એક બાજુ જયાં સામાન્ય જનતા તકલીફોનો સામનો કરી રહી છે ત્યાં કેટલાક સેલેબ્સ પણ કેટલીક પરેશાનીઓથી ઝઝૂમી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચનની ફિલ્મ “અગ્નિપથ” અને “ખુદા ગવાહ”માં કામ કરનાર અભિનેતા રેશમ અરોરા આ દિવસોમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.
તેમને ઘર ચલાવવુ પણ મુશ્કેલ થઇ રહ્યુ છે અને તેઓ 71 વર્ષની ઉંમરે કામની શોધ કરી રહ્યા છે. તેમણે ફિલ્મો સાથે કેટલાક ટીવી શોમાં પણ કામ કર્યુ છે. પરંતુ લાંબા સમયથી તેમની પાસે કોઇ કામ નથી. રેશમ અરોરાએ હાલમાં જ ઇટાઇમ્સ સાથે વાતચીતમાં જણાવ્યુ કે, હવે અહીં મારા માટે કોઇ કામ વધ્યુ નથી. આ હાલત લોકડાઉન દરમિયાન શરૂ થઇ ગઇ હતી.
હવે લોકો કહી રહ્યી છે કે, અનલોક થઇ રહ્યુ છે પરંતુ પોતાના માટે તો મને કોઇ કામ નજર આવી રહ્યુ નથી. મને સમજ આવી રહ્યુ નથી કે હું શું કામ કરુ, હું કામ મેળવવા માટે આમ તેમ જઇ રહ્યો છુ, મારા કરિયારમાં મેં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. જો કે, તેમને ઉમ્મીદ છે કે તેમના કો-સ્ટાર્સ અને ઇન્ડસ્ટ્રીના મિત્ર તેમની મદદ કરશે.
તેમણે આગળ કહ્યુ કે, કેટલાક વર્ષો પહેલા હું ચાલુ ટ્રેનથી પડી ગયો હતો. તે બાદ ચિડિયાઘરના સેટ પર મને એક જાનવર કરડી ગયુ હતુ. જે બાદ હું કેટલાક વર્ષો સુધી ચાલી શક્યો ન હતો અને હવે મારા પાસે કામ નથી. હાલત એ છે કે મારી પત્નીની નજર પણ હવે કમજોર થઇ ગઇ છે. તેમણે કહ્યુ કે, સિંટાએ તેેમની મદદ જરૂર કરી પરંતુ એટલી નહિ કે તે પરિવારનું ધ્યાન રાખી શકે. તેમણે કહ્યુ કે, હું તૂટેલો મહેસૂસ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990માં અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ “અગ્નિપથ” વી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ થઇ હતી. આ ઉપરાંત તેની રીમેક 2012માં આવી હતી જેમાં કેટરીના કૈૈફ અને સંજય દત્ત લીડ રોલમાં હતા. ફિલ્મમાં કેટરીના કૈફનું આઇટમ સોન્ગ ‘ચિકની ચમેલી’ ઘણુ પોપ્યુલર થયુ હતુ.