વાયરલ વીડિયોમાં વ્યક્તિએ “રેમડેસિવિર”ની જગ્યાએ કહ્યુ ‘રેમો ડિસૂઝા’, જુઓ પછી શું બોલ્યા મશહૂર ડાંસર

બોલિવુડના મશહૂર ડાંસર, ડાયરેક્ટર રેમો ડિસૂઝાને તો તમે જાણતા જ હશો ને… તે બોલિવુડની સૌથી મશહૂર અને બહેતરીન ડાંસરમાંના એક છે. તેઓ ઘણા શોમાં જોવા મળ્યા છે. હાલમાં રેમો ડિસૂઝાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રેમડેસિવિરને રેમો ડિસૂઝા કહેતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ કોઇ ન્યૂઝ ચેનલને પોતાનું ઇંટરવ્યુ આપી રહ્યો છે અને વાત કરતા અચાનક રેમડેસિવિર ઇંજેક્શનની જગ્યાએ તે રેમો ડિસૂઝા કહે છે. તમને ઝણાવી દઇએ કે, ખુદ રેમો ડિસૂઝાએ આ વીડિયોને શેર કર્યો છે.

રેમો ડિસૂઝા દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક વ્યક્તિ 500 રૂપિયા, ઘૂસખોરી અને રેમડેસિવિર ઇંજેક્શનને લઇને વાત કરે છે પરંતુ ગુસ્સામાં વાત કરતા કરતા તેના મોઢામાંથી રેમડેસિવિરની જગ્યાએ રેમો ડિસૂઝા નીકળી જાય છે.

આ વીડિયોને શેર કરતા રેમો ડિસૂઝાએ કેપ્શનમાં લખ્યુ છે કે, આ વીડિયોને અંત સુધી જુઓ #justforlaugh. આ સાથે તેમણે એક હસવાનું ઇમોોજી પણ શેર કર્યુ છે. આ પોસ્ટ પણ ઘણા લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને જોઇને તમે પણ તમારુ હસવું રોકી નહિ શકો.

જુઓ વીડિયો :

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

Shah Jina