તુલસી વિવાહના દિવસે કરી લો ફક્ત આ કામ, માતા લક્ષ્મી વરસાવશે ધન અપરંપાર, બની જશો તમે પણ માલામાલ, જુઓ

જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન વૈભવ લાવવા માટે તુલસી વિવાહના દિવસે કરી લો  આ ઉપાય, જીવનમાં ક્યારેય કોઈ આગળ હાથ નહિ લાંબો કરવો પડે…

Remedies performed on Tulsi Vivah : દિવાળીથી શુભ તહેવારોની શરૂઆત થઇ જાય છે. આ તહેવારોને લઈને દેશભરમાં ઉત્સવ જેવા માહોલ પણ જોવા મળે છે. ત્યારે હવે દિવાળીના તહેવારો પૂર્ણ થઇ ગયા છે અને દેવ દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ આ તહેવારોમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કેટલાક કામ કરવામાં આવે તો માણસની પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. દરેક તહેવારોનું ખાસ મહત્વ છે અને આ તહેવારમાં કરવામાં આવતા કેટલાક કામ આપણું પણ કિસ્મત બદલી દે છે.

24 નવેમ્બરે છે તુલસી વિવાહ :

ત્યારે આગામી 24 નવેમ્બરના રોજ તુલસી વિવાહનો તહેવાર છે. આ દિવસ બાદ દેશભરમાં લગ્નના મુહૂર્ત પણ શરૂ થઇ જશે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી વિવાહના દિવસે તુલસી માતાના શાલિગ્રામ સાથે વિવાહ કરાવે છે, જાણો આ દિવસે કેટલાંક ઉપાય કરવાથી વ્યક્તિ ધનવાન બની શકે છે.

આ મંત્રનો કરો જાપ :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી વિવાહના દિવસે તુલસી પાસે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો 11, 21, 51 કે 101 વાર જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે અને ઘર હંમેશા હરિયાળું રહે છે. માતા તુલસીની કૃપાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

ઘરમાં લગાવો તુલસીનો છોડ :

તુલસી વિવાહના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરમાં તુલસી વાવીને હાથ જોડીને પ્રાર્થના કરવી કે તે આખું વર્ષ હરિયાળું રહે. એ પણ ધ્યાનમાં રાખો કે તુલસીના છોડની નજીક કેક્ટસ વગેરે જેવા કાંટાવાળા છોડ ઉગવા ન જોઈએ. આ સાથે જૂતા, ડસ્ટબીન અને ચપ્પલ વગેરે તેની પાસે ન રાખો.

ચોખ્ખા ઘીનો દીવો કરવો :

તુલસીના વિવાહના દિવસે તુલસીને સંપૂર્ણ રીતે શણગારો. સવારે અને સાંજે તેની યોગ્ય રીતે પૂજા કરો. આ સાથે સાંજે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં. આ દિવસે સાંજે માતા તુલસીની આરતી કરો અને મંત્રોનો જાપ કરો.

Niraj Patel