રિલાયન્સનો આ શેર થઇ ગયો ઝીરો, ફૂટી કોડી નહિ મળે, પાયમાલ થઇ ગયા બિચારા ઇન્વેસ્ટર, તમારી પાસે નથી ને આ શેર? જાણો નામ કોમેન્ટમાં
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. રિલાયન્સ કેપિટલના શેરનું છેલ્લું ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું. તે દિવસે શેરની કિંમત 11.90 રૂપિયા હતી. રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. હવે હિન્દુજા ગ્રૂપે રિલાયન્સ કેપિટલને શેરબજારમાંથી ડી-લિસ્ટ કરવાની અને હાલના શેરને લિક્વિડેટ કરવાની યોજના બનાવી છે.
ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે હવે રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ થશે નહીં કે રોકાણકારો તેના શેરને હોલ્ડ કરી શકશે નહીં. વર્ષ 2008માં રિલાયન્સ કેપિટલના શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ હતી. રિલાયન્સ કેપિટલના શેરના ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે તેનું મૂલ્યાંકન શૂન્ય થઈ ગયું છે. આવી સ્થિતિમાં રોકાણકારોના તમામ પૈસા ડુબી ગયા છે.
શેરધારકો કોઈપણ ચુકવણી મેળવવા માટે હકદાર રહેશે નહીં. RCLના કોઈપણ શેરધારકને કોઈ પ્રસ્તાવ આપવામાં આવશે નહીં. શેરને ડી-લિસ્ટ કરવાના નિર્ણય સાથે, તેની વર્તમાન કિંમત તે ગમે તે હોય તે શૂન્ય થઈ જાય છે. શેરધારકોને હવે વળતરમાં કંઈ મળવાનું નથી. NCLTએ મંગળવારે હિન્દુજા ગ્રૂપની કંપની IndusInd International Holdingsના રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ મેળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
ખરીદારને સમાધાન લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રિલાયન્સ કેપિટલ પર 38 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. રિલાયન્સ કેપિટલ ગ્રાહકોને લગભગ 20 ફાઇનાન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડતી હતી. કંપનીએ જીવન વીમો, સામાન્ય વીમો અને આરોગ્ય વીમા સંબંધિત સેવાઓ પૂરી પાડી હતી. કંપની કોમોડિટી બ્રોકિંગ, ઇક્વિટી, કોમર્શિયલ અને હોમ લોન જેવા ક્ષેત્રોમાં પણ સેવાઓ પૂરી પાડતી હતી.
29 નવેમ્બર 2021ના રોજ ગંભીર સમસ્યાઓના કારણે આરબીઆઈએ અનિલ અંબાણીની આ કંપનીના બોર્ડને ભંગ કરી નાખ્યું હતુ. આ પછી કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ અને હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સના હાથમાં પહોંચી. અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ માટે બે વખત હરાજી હાથ ધરવામાં આવી હતી. હિંદુજા ગ્રૂપની કંપની IIHL એ એપ્રિલમાં યોજાયેલી હરાજીના બીજા રાઉન્ડમાં રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે 9,650 કરોડની સૌથી વધુ બોલી લગાવી હતી.