વિદાય જેવા ભાવુક કરી દેનારા પ્રંસગે પણ નહોતું રડી રહ્યું કોઈ, આખરે કન્યાએ પૂછી જ લીધું ના રડવાનું કારણ, તો જવાબ મળ્યો એવો કે..જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે તે ખુબ જ વાયરલ પણ થઇ જતી હોય છે. ખાસ કરીને લગ્ન બાદ વિદાય સમયે લોકોની આંખો પણ ભીની થઇ જતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં વિદાયનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે આપણે જોયું હશે કે વિદાય સમયે કન્યાની આંખોમાં આંસુઓ હોય છે અને તેના પરિવારના સભ્યોની આંખો પણ ભીની થતી હોય છે. વિદાયની ક્ષણ જ ખુબ જ ભાવુક કરી દેનારી હોય છે, પરંતુ આ વીડિયોમાં તો સાવ અલગ નજારો જોવા મળે છે.

આ મામલો પાકિસ્તાનનો છે, જ્યાં વિદાય દરમિયાન દુલ્હન તેના સંબંધીઓને પૂછે છે કે તમારામાંથી કોઈ કેમ નથી રડતું… ત્યારે તેના સંબંધીઓએ આપેલો જવાબ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. કન્યાએ સંબંધીઓ પાસેથી આવા જવાબની અપેક્ષા રાખી ન હોત. લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કારમાં એક દુલ્હન બેઠી છે, જેની આસપાસ સંબંધીઓ, મિત્રો અને પરિવારના સભ્યો હાજર છે. અચાનક કન્યા તેને ખૂબ જ પ્રેમથી પૂછે છે કે તમારામાંથી કોઈ કેમ રડતું નથી… રડો! આ પછી ત્યાં ઉભેલી મહિલાઓ હસીને જવાબ આપે છે કે આપણે કેમ રડવું જોઈએ… અમારો મેકઅપ બગડી જશે! આ સાથે જ વીડિયો સમાપ્ત થાય છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે.

Niraj Patel