રેખાની ભાણીને જોઇ ચાહકોના ઉડ્યા હોંશ, પ્રિયાની તસવીરો જોઇ લોકો બોલ્યા- આ તો રેખાની કોપી લાગે છે

અભિનેત્રી રેખા તેના સમયની સફળ અભિનેત્રી રહી છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. તેનો જન્મ 10 ઓક્ટોબર, 1954ના રોજ થયો હતો. રેખા બોલિવૂડ ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. રેખાનો જાદુ 50 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છવાયેલો છે. તે ફિલ્મોમાં દેખાય કે ન દેખાય પણ હિન્દી સિનેમાના દરેક ભાગમાં તેની હાજરી છે. રેખાનું વર્ચસ્વ ભલે ચાલુ છે, પરંતુ આ દિવસોમાં રેખાની ભાણી પ્રિયા સેલ્વારાજ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે, અને તે પણ તેના દેખાવ માટે.

પ્રિયા સેલ્વારાજ રેખાની બહેન કમલા સેલ્વારાજની પુત્રી છે. પ્રિયાને ગ્લેમર વર્લ્ડ સાથે કોઈ લેવાદેવા નથી, તે વ્યવસાયે ડૉક્ટર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેની જે તસવીરો છે, તેમાં તે રેખાને મળતી ઝુલતી લાગે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. ઘણી તસવીરોમાં તેનો લુક અભિનેત્રી રેખા સાથે મળતો આવે છે.

પ્રિયા સેલ્વારાજનો ચહેરો તેની માસી રેખા સાથે ઘણો જ મળતો આવે છે અને આ કારણે જ લોકો તેની તસવીરો જોઇ તેને રેખાની કાર્બન કોપી કહી રહ્યા છે. પ્રિયાની માતા તો ડોક્ટર હતી જ પરંતુ તેના પિતા પણ ડૉક્ટર હતા. વર્ષ 2020માં કોરોનાને કારણે તેમનું અવસાન થયું હતું. પ્રિયાને એક દીકરો પણ છે.જણાવી દઇએ કે, રેખાને 7 બહેનો છે અને એક ભાઈ છે. અભિનેત્રીના માતા-પિતા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.

જો કે રેખાના માતા-પિતાએ લગ્ન કર્યા ન હતા. તેનું બાળપણ ઉથલપાથલમાં વીત્યું અને મજબૂરીમાં રેખાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું.રેખાના પિતા જેમિની ગણેશને ચાર લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની અલામેલુથી તેમને ચાર દીકરીઓ (રેવતી, કમલા, નારાયણી તથા જયા), બીજી પત્ની પુષ્પાવલીથી બે દીકરીઓ (રેખા તથા રાધા), ત્રીજી પત્ની સાવિત્રીથી એક દીકરી (વિજયા) અને એક દીકરો (સતીષ) તેમજ ચોથી પત્ની જુલિયાનાથી કોઈ સંતાન નહોતું.

આ પછી રેખાની માતા વધુ નામ અને પૈસા કમાવવા માટે તેને બોલિવૂડમાં લાવી. જો કે રેખા તે સમયે અભિનય કરવા માંગતી ન હતી, પરંતુ તે ઘણીવાર બહાનું બનાવીને સેટ પરથી ગાયબ થઈ જતી હતી. સાથે જ તેની બહેનો પણ વિવિધ ક્ષેત્રોમાં નામ કમાઈ રહી છે. તેમની બહેન કમલા પોતે પણ ડૉક્ટર હતી અને દીકરી પ્રિયા પણ ડૉક્ટર છે. પ્રિયા સેલ્વારાજ ચેન્નાઈની એક મહાન ડૉક્ટર છે.

રેખાના કરિયરની વાત કરીએ તો, તેણે તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમમાં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેણે હિન્દી સિનેમામાં 1970ની ફિલ્મ સાવન ભાદોનથી શરૂઆત કરી હતી. 2010માં તેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવી છે. રેખાની માતાનું નામ પુષ્પાવલી અને પિતાનું નામ જેમિની ગણેશન છે.

Shah Jina