આ જગ્યાએથી મળ્યો બે મોઢા વાળો સાપ, ઇન્ટરનૅશનલ માર્કેટમાં કિંમત છે 25 કરોડ રૂપિયા, કોર્ટમાં જજ સામે કરાયો રજૂ, જાણો સમગ્ર મામલો

આપણા દેશની અંદર સાપની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી કેટલીક પ્રજાતિઓ દુર્લભ પણ હોય છે. પરંતુ સાપ ખુબ જ ખતરનાક હોય છે જેમાં કેટલાક સાપ જો ડંખ મારે તો માણસ ગણતરીના સમયમાં જ મોતને પણ ભેટતો હોય છે. ઘણા સાપ એવા હોય છે જેને વિદેશી માર્કેટમાં ખરીદવામાં આવે છે અને તેની કિંમત પણ કરોડોમાં હોય છે, આવો જ એક સાપ હાલમાં મળી આવ્યો. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

એક દુર્લભ પ્રજાતિનો બે મુખવાળો રેડ સેન્ડ બોઆ પ્રજાતિનો સાપ બિહારના બેગુસરાયમાંથી મળી આવ્યો છે. આ સાપની આંતરરાષ્ટ્રીય કિંમત 25 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, બરૌની બ્લોકના નિંગા ગામના એક ખેતરમાંથી આ દુર્લભ પ્રજાતિના બે ચહેરાવાળા સાપ મળી આવ્યા હતા. આ સાપ અંગેની માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સતીશ કુમાર ઝાને આપવામાં આવી હતી. તાત્કાલિક સંજ્ઞાન લઈને તેમણે વન વિભાગને જાણ કરી અને ઓથોરિટીને બોલાવી. સાપ સાથે સાપ પકડનાર રણજીત દાસને પણ બોલાવવામાં આવ્યો હતો.

વનકર્મીઓ ઓથોરિટી પાસે પહોંચ્યા અને તે દુર્લભ પ્રજાતિના સાપને પોતાની સાથે લઈ ગયા. વન વિભાગના કર્મચારીએ જણાવ્યું કે આ સાપને પટનાના વન્યજીવ સંરક્ષણ વિભાગને સોંપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલો સાપ દુર્લભ પ્રજાતિનો છે. જે મોટાભાગે રાજસ્થાનમાં જોવા મળે છે. તેનું નામ રેડ સેન્ડ બોઆ છે, જેને ગામમાં બે ચહેરાવાળો સાપ કહેવામાં આવે છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં રેડ સેન્ડ બોઆ સ્નેકની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ દુર્લભ પ્રજાતિના સાપને જોવા માટે ઓથોરિટીમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ આ પ્રકારનો સાપ પહેલીવાર જોયો હતો. આ સાપ લગભગ અઢી ફૂટ લાંબો હતો અને તેનો રંગ ઘઉંવર્ણો હતો.

ઓથોરિટીના સેક્રેટરી સતીશ કુમાર ઝાએ જણાવ્યું કે આવા સાપનો ઉપયોગ દાણચોરો અને તાંત્રિકો કરે છે. તે દુર્લભ પ્રજાતિનો છે, ગૂગલમાં સર્ચ કરવા પર તેની કિંમત 25 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય સ્તરે જણાવવામાં આવી રહી છે. હાલમાં, તેને સંરક્ષણ માટે વન વિભાગને સોંપવામાં આવ્યો છે, જે માટે તેને પટના મોકલવામાં આવશે.

Niraj Patel