બસ હવે આજ જોવાનું બાકી હતું ! રેલવે ટ્રેક પર કર્મચારીઓએ ધક્કો મારીને ટ્રેનને પહોંચાડી સ્ટેશન સુધી, વીડિયો થઇ ગયો વાયરલ… જુઓ

Reach the station by pushing the train : રસ્તા પર ઘણીવાર તમે વાહનોને બંધ થઇ જતા જોયા હશે, જેના બાદ તેને ધક્કો મારીને સાઈડ પર લઇ જવામાં આવતા હોય છે, ઘણીવાર સરકારી બસો પણ સ્ટાર્ટ નથી થતી અને તેને પણ ધક્કો મારીને ઉપાડવામાં આવતી તમે જોઈ હશે, ક્યારેક તમે પણ આવા કોઈ વાહનને ધક્કો મારીને ચાલુ પણ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ ટ્રેનને ધક્કો મારીને સ્ટેશન સુધી લઇ જતા જોઈ છે ? હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમેઠી જિલ્લાના નિહાલગઢ રેલવે સ્ટેશન નજીક શુક્રવારે એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી જ્યારે રેલવે ટ્રેકનું નિરીક્ષણ કરવા આવેલા અધિકારીઓની DPC ટ્રેન (એન્જિન કોચ) અચાનક બંધ પડી ગઈ અને ‘શન્ટિંગ’ એન્જિનની ગેરહાજરીને કારણે, રેલવે સ્ટાફે તેને ધક્કો મારીને લૂપ લાઈનમાં લઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો, જેમાં કેટલાક લોકો DPC ટ્રેનને ધક્કો મારતા જોવા મળે છે. આ ઘટનાને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે.

રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે કેટલાક રેલવે અધિકારીઓ DPC ટ્રેનમાં સુલતાનપુર બાજુથી અમેઠીના નિહાલગઢ રેલવે સ્ટેશન તરફ ટ્રેકનું નિરીક્ષણ કરવા માટે આવી રહ્યા હતા. રેલવે સ્ટેશનની બરાબર પહેલા અધિકારીઓનો આ એન્જિન કોચ મુખ્ય લાઇન પર બંધ થઈ ગયો હતો. પરંતુ અચાનક તે ખામીયુક્ત, ટેકનિશિયને તેને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

મીડિયા રિપોર્ટ અનુસાર, મુખ્ય લાઇન પર ટ્રેન બંધ થઇ જવાના કારણે અન્ય ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી. ઘણા પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રીપેર થઈ શકી નહોતી. જેના બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈન પરથી ધક્કો મારીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી હતી. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા છે. નજીકમાં સ્થાનિક લોકો હાજર છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel