આ દિગ્ગજ અભિનેતાના ફેલ્ટમાં આવી રહી હતી અસહ્ય દુર્ગંધ, પાડોશીઓ કરી ફરિયાદ, તપાસ કરી તો નીકળી લાશ, દીકરો પણ છે ફેમસ ટીવી અભિનેતા

આ ખ્યાતનામ ટીવી અભિનેતાના પિતાની લાશ એક બંધ એપાર્ટમેન્ટમાં મળી, પાડોશીઓને દુર્ગંધ આવતા મામલાની થઇ જાણ

Ravindra Mahajani Died : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે. આ ખબરો સાંભળતા જ ચાહકો પણ શોકમાં ડૂબે છે અને ઇન્ડસ્ટ્રીમાં પણ માતમ છવાઈ જાય છે, ત્યારે હાલ સામે આવેલી એક ખબરે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ‘ઇમલી’ ફેમ ગશ્મીર મહાજાનીના પિતા મરાઠી અભિનેતા અને દિગ્દર્શક રવિન્દ્ર મહાજાનીનું નિધન થયું છે. તેમનો મૃતદેહ શુક્રવારે 14 જુલાઈના રોજ પુણેના એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો.

પાડોશીઓને આવી દુર્ગંધ :

પોલીસે જણાવ્યું કે તે પૂણેના તાલેગાંવ દાભાડેમાં એક એપાર્ટમેન્ટમાં એકલો રહેતો હતો. તે છેલ્લા 8 માસથી અહીની ઝરબીયા સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. શુક્રવારે સાંજે 4.30 વાગ્યે એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ટૂંક સમયમાં તાલેગાંવ MIDC પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એપાર્ટમેન્ટને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું. સ્થાનિક રહેવાસીઓની હાજરીમાં પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

2-3 દિવસ પહેલા મોત થયું હોવાનું અનુમાન :

અંદર જોયું તો રવિન્દ્ર મહાજનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના માલિકે મૃતદેહની ઓળખ અભિનેતા ગશ્મીર મહાજાનીના પિતા રવિન્દ્ર મહાજાની તરીકે કરી છે. પોલીસને શંકા છે કે અભિનેતાનું બે-ત્રણ દિવસ પહેલા અવસાન થયું હતું. દુર્ગંધ આવી ત્યારે આ વાતની ખબર પડી. પોલીસે અભિનેતાના પરિવારને જાણ કરી અને મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો.

ઘણી બધી ફિલ્મોમાં કર્યું છે કામ :

રવિન્દ્ર મહાજનીએ ‘મુંબઈચા ફોજદાર’ (1984) અને ‘કલત નકલત’ (1990) જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી હતી. 1970ના દાયકામાં તેણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું હતું. તે વર્ષ 2019માં પીરિયડ ડ્રામા ફિલ્મ ‘પાનીપત’માં પણ મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. રવિન્દ્ર મહાજાનીનો પુત્ર ગશ્મીર મહાજાની પણ એક્ટર છે. તેણે સિરિયલ ‘ઈમલી’માં આદિત્ય ત્રિપાઠીના પાત્રથી પોતાની ઓળખ બનાવી હતી. આ પછી તેણે ‘ઝલક દિખલા જા 10’ કરી અને હવે તે કલર્સની સીરિયલ ‘તેરે ઈશ્ક મેં ઘાયલ’માં જોવા મળી રહ્યો છે.

Niraj Patel