“મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું” પિતાના આરોપો પર રવિન્દ્ર જાડેજાએ આપ્યો વળતો જવાબ

પિતાના પુત્રવધુ પર લગાવેલા આરોપો બાદ રવિન્દ્ર જાડેજાએ આપ્યો ચોંકાવનારો જવાબ, કહ્યું, “મારી પત્નીની છબી ખરડાવવા…”

Ravindra Jadeja’s father’s statement : સોશિયલ મીડિયામાં પર હાલ ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચાનો વિષય બન્યા છે. જાડેજાના પિતાએ એક મીડિયાને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેની અંદર તેમને પોતાના દીકરાથી અલગ રહેતા હોવાનું અને પોતાની પુત્રવધુએ પરિવાર વેર વિખેર કરી નાખ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા, જેના બાદ આજે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની પત્નીની છબી બગાડવાનો પ્રયાસ ચાલતો હોવાની પણ વાત જણાવી હતી.

દીકરા સાથે નથી કોઈ સંબંધો :

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહને દાવો કર્યો હતો કે “તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. 5 વર્ષથી તેની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી”

જાહેર થયો પારિવારિક મામલો :

તેમને આગળ એમ પણ જણવ્યું હતું કે “પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત. રીવાબાએ પરિવારને વિખવાદ ઉભો કર્યો છે. રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી. મારી દીકરી નયનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે. ” ત્યારે હવે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

જાડેજાએ કરી પોસ્ટ :

ત્યારે હવે આ મામલે રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વિટર પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “હાલમાં (એક મીડિયા)ને અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપતિની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. આભાર !”

Niraj Patel