ભારતીય ટીમનો આ ગુજરાતી સાવજ ટીમ ઇન્ડિયામાં પરત ફરવા ભરી રહ્યો છે હુંકાર, જુઓ કેવી છે રવિન્દ્ર જાડેજાની તબિયત, શેર કર્યો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી છે. પરંતુ ટીમમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ખોટ પડી રહી છે. જાડેજા તેની સર્જરીને લઈને હાલ ટીમમાંથી બહાર છે, અને ચાહકો તેને મેદાન ઉપર મિસ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં પણ જોવા નહિ મળે છે અને ચાહકો તેમાં પણ તેની ખોટ અનુભવી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પોતાની હેલ્થ અપડેટ પણ શેર કરતો રહે છે. થોડા દિવસ પહેલા જ જાડેજાએ ટીમ ઇન્ડિયાના ખેલાડી શિખર ધવન સાથેની એક ફની રીલ પણ પોસ્ટ કરી હતી, આ ઉપરાંત પોતાની તસવીરો દ્વારા પણ તેને ચાહકોને હેલ્થ અપડેટ આપી છે, જેમાં કોમેન્ટ કરીને ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારે હાલમાં પણ જાડેજાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ધીરે ધીરે ચાલતો જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે આ વીડિયો જિમ અથવા વર્કઆઉટ વિસ્તારનો છે. 33 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં તે સફેદ કેઝ્યુઅલ ટી-શર્ટ સાથે બ્લેક હાફ પેન્ટમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેના જમણા ઘૂંટણમાં પટ્ટી પણ જોવા મળે છે. જાડેજાએ એશિયા કપ-2022ની શરૂઆતની મેચો રમી હતી, જે બાદ તે ઈજાના કારણે સ્વદેશ પરત ફર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

જાડેજાના ઘણા ચાહકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જ્યારે કેટલાકે તેના મેદાનમાં વહેલા પરત ફરવા માટે પ્રાર્થના કરી હતી, તો કેટલાકે તેને ટીમમાંથી બહાર રહેવા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેના ઘણા ચાહકોએ તેને ચેમ્પિયન કહ્યો છે. કેટલાક યુઝર્સ તેના મેદાનમાં પરત આવવાની તારીખ પણ પૂછી રહ્યા છે.

જાડેજા હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેના ઘૂંટણની સર્જરી થઈ હતી. આ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તે બુધવારથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી T20 શ્રેણી અને T20 વર્લ્ડ કપનો પણ ભાગ નથી.

Niraj Patel