પત્ની રીવાબા જાડેજા સાથે મતદાન મથકે પહોંચીને પતિ રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન, કથાકાર મોરારી બાપુ પણ પહોંચ્યા વૉટ આપવા

ગુજરાતમાં ચૂંટણીની શરૂઆત થઇ ચુકી છે. આજે પહેલા તબક્કાનું મતદાન પણ ચાલુ થઇ ગયું છે. આ સાથે જ ઘણા દિગ્ગજો દ્વારા વૉટ આપ્યા બાદ તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે, તો ઘણા લોકો મીડિયાની નજરમાં પણ કેદ થતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને માહોલ પણ જામેલો જોવા મળી રહ્યો છે, ત્યારે આ દરમિયાન હવે મતદાનની પણ ખબરો સામે આવી રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ તેમની પત્ની સાથે આજે જામનગરમાં પંચવટી કોલેજમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા આ વખતે જામનગરની ઉત્તર બેઠક માટે ભાજપના ઉમેદવાર છે, ત્યારે પતિ રવિન્દ્ર જાડેજાએ તેમની પત્નીનો ખુબ જ સપોર્ટ કર્યો હતો અને હવે આજે જયારે મતદાન યોજાઈ રહ્યુ છે ત્યારે બંનેએ મતદાન મથકે સાથે પહોંચીને વૉટ પણ આપ્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયામાં એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેમની આંગળી પર મત આપ્યા બાદની શાહી તે બતાવતો જોવા મળ્યો હતો. આ સાથે જ તેને કેપ્શનમાં લખ્યું કે, “મારો મત મારો અધિકાર” તો તેમના ધર્મપત્ની અને ઉમેદવાર એવા રીવાબા જાડેજાએ પણ તેમની એક તસવીર શેર કરી છે. જેમાં પણ તે મત આપ્યા બાદ પોતાની આંગળી બતાવતા જોવા મળી રહ્યા છે.

તો તેમના ઉપરાંત કથાકાર મોરારી બાપુએ પણ મતદાન કર્યું હતું. મોરારીબાપુએ તલગાજરડાની સ્કૂલમાં બનાવેલા પોલિંગ બૂથમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત તેમને લોકોને પણ લોકશાહીના આ પાવન પર્વમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.તેમને જણાવ્યું હતું કે લોકતંત્રને મજબુત કરવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આજે 1 ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

Niraj Patel